અધુરી કામગીરી:વાપી પાલિકાની પ્રિમોન્સુન કામગીરી માત્ર 25 ટકા પૂર્ણ વરસાદ વહેલો પડે તો વરસાદી પાણી ભરાવાની સંભાવના

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35 લાખના ખર્ચે દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી કરે છે, આમ છતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે
  • પાલિકાનો 15 જુન સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્ચાંક, વહેલા વરસાદની આગાહીથી મુશ્કેલી ઊભી થશે

વાપી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રિમોન્સુન કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી 25 ટકા જ કામગીરી પૂર્ણ થઇ છે. આ વર્ષે વરસાદ વહેલો આવવાની આગાહી છે. જેથી પ્રિમોન્સુન કામગીરી અધુરી રહેશે તો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સંભાવના વધી રહી છે. પાલિકાના પદાધિકારીઓ પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરે તેવી માગ શહેરીજનોમાં પણ ઉઠી રહી છે.

વાપી શહેરમાં ચોમાસામાં એકી સાથે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય જાય છે. ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવા છતાં પણ વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ર રહે છે. દર વર્ષે 35થી 40 લાખના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે અત્યાર સુધીમાં મોટા ભાગના વોર્ડમાં 25 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે,પરંતુ આ વર્ષે વરસાડ વહેલો આવશે એવું હવામાન વિભાગે જાહેરાત કરી છે.

જેથી અધુરી પ્રિમોન્સુન કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાનો મોટો પડકાર પાલિકા સામે રહેશે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ ન થશે તો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની પુરેપુરી સંભાવના રહેલી છે.પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર ચેતન પરમારે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં વોર્ડ નં. 4, 8, 10ની કામગીરી પૂર્ણ થશે. તબક્કાવાર કામગીરી ચાલી રહી છે. આમ ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી પાલિકાની ટીમ પૂર્ણ કરે તે જરૂરી છે.

રેલવે અંડરબ્રિજ પાસે વરસાદી પાણીનો ભરાવો અટકાવો
વાપી શહેરમાં છેલ્લા થોડા વર્ષોથી એકી સાથે વરસાદ આવતાંની સાથે જ જે ટાઇપ પાસે નવા રેલવે અંડરબ્રિજ પાસે વરસાદી પાણીનો ભરાવો થઇ જાય છે. પાણી નિકાલ માટે ઓટો સિસ્ટમ હોવા છતાં પણ ચોમાસામાં વધુ વરસાદ સમયે વાહન વ્યવહાર બંધ થઇ જાય છે. જેથી પાલિકાના પદાધિકારીઓ રેલવે અંડરબ્રિજ અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તેનું આયોજન કરે તે જરૂરી છે.

પ્રિમોન્સુન કામગીરી સમીક્ષા કરાશે
પાલિકાના દરેક વોર્ડમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. શહેરીજનોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. કામગીરીની સમીક્ષા પણ કરાશે. ચોમાસા પહેલા જ તમામ વોર્ડમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવાનું અમારુ લક્ષ્યાંક છે. જે મુજબ કામગીરી હાલ ચાલે છે.>કાશ્મીરા હેમલ શાહ, પ્રમુખ,વાપી પાલિકા

અન્ય સમાચારો પણ છે...