વાપી પાલિકા દ્વારા માર્ચ મહિનામા વેરા વસુલાતની કામગીરી તેજ કરવામાં આવી છે. રવિવારે દિવસભર પાલિકા કચેરી ખુલ્લી રહી હતી. રવિવારે પાલિકાના ચોપડે 1 લાખની વેરા વસુલાત નોંધાઇ હતી. હવે માર્ચ મહિનાના તમામ રવિવાર તથા બીજા અને ચોથા શનિવારે પણ પાલિકા કચેરીમાં વેરા વસુલાતની કામગીરી માટે કચેરી ખુલ્લી રહેશે.
વાપી પાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ વેરા વસૂલાત માટે ટીમો બનાવી કામગીરી સઘન કરી છે. વાપી નગરપાલિકાએ રૂ.17.26 કરોડ માંગણા સામે રૂ.13.84 કરોડ વસૂલ કરી 80.20 ટકાની વસૂલાત કરી લીધી છે.અનેક બાકીદારોને નોટિશ ફટકારવામાં આવી હતી. હવે માર્ચ મહિનામાં રવિવારે પણ પાલિકા કચેરી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. માર્ચ મહિનાના પ્રથમ રવિવારે 1 લાખ રૂપિયાની વેરા વસુલાત પાલિકાના ચોપડે નોંધાઇ હતી.
હવે માર્ચ મહિનાના તમામ રવિવાર તથા બીજા અને ચોથા શનિવારે પણ પાલિકા કચેરીમાં વેરા વસુલાતની કામગીરી માટે કચેરી ખુલ્લી રહેશે. 100 ટકા વેરા વસુલાતનો લક્ષ્યાંક પાર પાડવા પાલિકાની ટીમે મથામણ હાથ ધરી છે. જેથી મિલકત ધારકો પાસેથી બાકી નિકળતા વેરા વસૂલી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.