મુસાફરોને રાહત:વાપી-મોટાપોંઢા થઇ ધરમપુર તરફની બંધ બસ સેવા પુન: શરૂ

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારના હજારો મુસાફરોને રાહત થશે

વાપીથી ધરમપુરના રૂટ પરની એસટી બસ સેવા 3 વર્ષથી બંધ કરવામાં આવી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોએ હાલાકી ભોગવવી પડતી હતી. પરંતુ વાપી ડેપો દ્વારા બંધ એસટી સેવાને પુન: ચાલુ કરવામાં આવતાં મુસાફરોને મોટી રાહત થશે. વાપી એસટી ડેપો દ્વારા વાપી છીરી,રાતાં,કોપરલી,કવાલ,મોટાપોંઢા થઈ ધરમપુર બસ સેવા ચાલુ કરવામાં આવી છે.

ધરમપુરથી વાપી આવવા માટે સવારે 5 વાગ્યે અને વાપીથી સવારે 8.15 વાગ્યે તેમજ ધરમપુરથી 10.00 વાગ્યે વાયા કોપરલી થઈ નવી બસ ચાલુ કરતા 3 વર્ષથી ધરમપુર ડેપો દ્વારા બંધ કરવામાં આવેલી બસ સેવા વાપી ડેપો દ્વારા ચાલુ કરવામાં આવી છે.જેના કારણે કોપરલી,કવાલ,ઝરીકુંડી જેવા ગામડાના લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

ગ્રામ્ય વિસ્તારમાં બંધ થયેલી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ મુસાફરો કરી રહ્યાં હતાં. મોટાપોંઢાના અરવિંદભાઇ પટેલ દ્વારા વાપી ડેપોમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે બંધ બસ સેવા પુન: શરૂ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...