એજ્યુકેશન:વાપી કેન્દ્રનું ધોરણ 12 સાયન્સનું પરિણામ ઘટયુ, સેલવાસનું વધ્યું

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે સેલવાસનું પરિણામ 55.03 ટકા હતુ, આ વખતે 71.66 ટકા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના જાહેર થયેલા પરિણામમાં વર્ષ 2020ની તુલનાએ વાપી,દમણ કેન્દ્રનું પરિણામ ઘટયું છે. જયારે સેલવાસ કેન્દ્રના પરિણામમાં વધારો થયો છે. કારણ કે 2020માં સેલવાસ કેન્દ્રનું પરિણામ 55.03 ટકા રહ્યુ હતુ. આ વખતે 71.66 ટકા સાથે ઉંચુ પરિણામ આવ્યું છે. જો કે વાપી અને દમણના કેન્દ્રના પરિણામાં મોટો ફરક નથી.

વર્ષ 2020માં વાપી કેન્દ્રનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 63.60 ટકા રહ્યુ હતું. જેમાં 1423 વિદ્યાર્થી પૈકી 905 પાસ થયા છે,જ્યારે 523 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, પરંતુ આ વખતે કુલ 1234 પૈકી 728 વિદ્યાર્થીઓ પાસ થતાં 59.00 ટકા પરિણામ આવ્યું છે. એટલે કે 4.6 ટકા પરિણામ ઘટ્યું છે. જયારે 2020માં સેલવાસ કેન્દ્રનું પરિણામ 55.03 ટકા રહ્યું છે. 447 પૈકી 246 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં.

આ વખતે 367 પૈકી 263 વિદ્યાર્થીઓ પાસ અને 106 નાપાસ થતાં 71.66 ટકા પરિણામ આવ્યું છે. અહી પરિણામમાં વધારો થયો છે.જયારે 2020મા દમણ કેન્દ્રનું 63.96 ટકા પરિણામ રહ્યુ રહતું. જેમાં 394 પૈકી 252 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વખતે 413 પૈકી 235 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 180 વિદ્યાર્થીઓ નાપાસ થતાં 56.90 ટકા પરિણામ આવ્યું છે. એટલે કે પરિણામાં ઘટાડો થયો છે.

વાપી સારસ્વત સ્કૂલનું ધો.12 સાયન્સનું 64.70 ટકા પરિણામ
ધો.12 વિજ્ઞાન પ્રવાહ (ગુજરાતી માધ્યમ)ની બોર્ડ દ્વારા 2021-22માં લેવાયેલી પરીક્ષામાં વાપી સારસ્વત વિદ્યાલય રાતા સ્કૂલનું 64.70 ટકા પરિણામ આવ્યું છે. જેમાં શાળા કક્ષાએ જહાનવી આનંદકુમાર પટેલ એ-2 ગ્રેડ 98.77 પર્સન્ટાઇલ રેન્ક સાથે પ્રથમક્રમ, તન્વીબેન નિલેશભાઇ પટેલ બી-1 ગ્રેડ 96.77 પર્સન્ટાઇલ સાથે દ્વિતિયક્રમે રહ્યા હતાં.

ધો.12 વિજ્ઞાન પ્રવાહ (અંગ્રેજી માધ્યમ)માં સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી રાતા વાપીનું 62.26 ટકા પરિણામ રહ્યુ હતું. જેમાં દીયા વિજય પટેલ બી 1 ગ્રેડ 94.21 પર્સન્ટાઇલ રેન્ક રહ્યો હતો. શાળા પરિણામે ઉર્તિણી થનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...