મન્ડે પોઝિટિવ:વાપી જે ટાઇપ માર્ગના બંને બાજુ 8500 છોડના વાવેતર સાથે સુશોભિત કરવાની કામગીરી શરૂ

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભવિષ્યમાં પર્યાવરણ જતન માટે વાપીના ઉદ્યોગો અને સંસ્થાએ ઉઠાવેલું કદમ, હરિયાળો બનશે માર્ગ
  • એન્વાયરમેન્ટ ડ્રાઇવ 2022 અતર્ગત પર્યાવરણની જાળવણી માટે જીઆઇડીસીમાં ચાર ગાર્ડનો પણ તૈયાર કરાયા

વાપીના મહત્વના જે ગણાતાં જે ટાઇપ રોડને સુશોભિત બનાવવાની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં વીઆઇએની ગ્રીન સોસાયટી દ્વારા જે ટાઇપ રોડની બંને બાજુ 8500 છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની જાળવણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ છોડો મોટા થતાં આ માર્ગ સુશોભિત દેખાશે. એન્વાયર્નમેન્ટ ડ્રાઇવ 2022 અંતર્ગત જીઆઇડીસીમાં ચાર ગાર્ડનો તૈયાર કરવામાં આવ્યાં છે.

વીઆઇએની ગ્રીન સોસાયટી દ્વારા જીપીસીબી, જીઆઇડીસી , નોટિફાઇડ એરિયા ઓથોરિટી વાપી ગ્રીન એન્વાયરો, ઉદ્યોગકારોના સહયોગથી, ઔદ્યોગિક વસાહત અને તેના આસપાસના વિસ્તારોમાં પર્યાવરણની જાળવણી માટે અને એસ્ટેટમાં હરિયાળી વધારવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

એન્વાયર્નમેન્ટ ડ્રાઇવ 2022 અંતર્ગત શનિવારે એસ્ટેટની જુદી જુદી સાઇટ્સ પર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે હાઉસિંગ ઝોનની સૌરભ સોસાયટીના ગ્રીન સ્પેસમાં બગીચાનું ખાતમુહૂર્ત,VIA હાઉસના કોર્નર ગાર્ડનનું લોકાર્પણ વિવિધ ઉદ્યોગોને તેમના ફેક્ટરી પરિસરની સામે બગીચો વિકસાવવા માટેના પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત ઈન્ડિયા જિલેટીન એન્ડ કેમિકલ્સ લી. (IGCL)પાસે કરાયુ હતું.

ગ્રીન સોસાયટી દ્વારા જે ટાઈપ એરિયામાં રિડેવલપ કરેલા રોડના બ્યુટીફીકેશન માટે તેની બંને બાજુ લગભગ 8500 જેટલા છોડવાઓનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.વાપીના CETP ખાતે લગભગ 1000 છોડવાઓ વાવવા માટેના સામૂહિક વૃક્ષારોપણની પણ શરૂઆત કરવામાં આવી હતી.VIAના પ્રમુખ કમલેશ પટેલ, સેક્રેટરી સતિષ પટેલ, એ.કે.શાહ, એલ.એન.ગર્ગ, પ્રકાશ ભદ્રા, VGEL ડિરેકટર સુરેશ પટેલ,નોટિફાઈડના હેમંત પટેલ સહિત અનેક ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં.

રોડ પરના વૃક્ષો, ગાર્ડનનોની જાળવણી થશે
જીઆઇડીસી સહિત 4 જેટલા ગાર્ડનો તૈયાર કરવામાં આવ્યાં છે. જે ટાઇપ પર 8500 વૃક્ષો રોપવામાં આવ્યાં છે. જેની માવજત અને જાળવણીનું પણ આયોજન વીઆઇએ દ્વારા કરવામાં આવ્યાં છે. જેનું સતત નિરીક્ષણ પણ કરવામાં આવશે. માવજાત ન થતા વૃક્ષો મરી જતા હોય છે. જોકે, આ તમામ વૃક્ષની માવજત થસે. > કમલેશ પટેલ, પ્રમુખ,વીઆઇએ વાપી

અન્ય સમાચારો પણ છે...