સુરત ઝેરી કેમિકલ ઠાલવવવા પ્રકરણમાં સુરતના જીપીસીબી રિઝયન અધિકારી પરાગ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેઓ વાપી જીપીસીબી કચેરીમાં પણ ઇન્ચાર્જમાં હોવાથી હવે વાપી જીપીસીબીના ઇન્ચાર્જ અધિકારી તરીકે લેબ હેડ હરિશ ગામિતને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જો કે કામચલાઉ ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
સુરતની નદીમાં ઝેરી કેમિકલ નાખવાની ઘટનામાં 6 લોકોના મોત થયા હતાં. જયારે 30 લોકોની હાલત ગંભીર બની હતી. આ ઘટના બાદ રાજય સરકાર એકશનમા આવી હતી.પોલીસ અધિકારી સહિત 20 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જયારે સુરત જીપીસીબીના રિઝયન ઓફિસર પરાગ દવેને પણ ફરજમુક્તનો ઓર્ડર કરવામાં આવ્યો છે. તેમની જગ્યાએ સુરતમાં જીગ્નાબેન ઓઝાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જયારે વાપી જીપીસીબીના ઇન્ચાર્જ તરીકે લેબ હેડ હરિશ ગામિતને કામચલાઉ ચાર્જ સોંપવામાં આવ્યો છે.
જીપીસીબીના સુત્રોએ જણાવ્યું હતું કે ગણતરીના દિવસોમાં રિઝયન ઓફિસરને વાપી જીપીસીબીનો ચાર્જ સોંપવામાં આવશે. જો કે સુરત જેવી ઘટના વાપીમાં ન બને તે માટે જીપીસીબીએ જરૂરી કાર્યવાહી કરવી જોઇએ. આ ઉપરાંત વાપીમાં આવતી પ્રદુષણની ફરિયાદો પણ ઉકેલવવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.