તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલસીબીની કાર્યવાહી:વાપીમાં હાઇવે ઉપર ટેન્કરમાંથી ગેરકાયદે કથિત બાયોડીઝલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 84 રૂપિયા પ્રતિ લીટરની જગ્યાએ 66 રૂપિયામાં ડીઝલ વેચતો એક ઝડપાયો

વાપી હાઇવે ઉપર ટેન્કરમાંથી અન્ય વાહનોમાં સસ્તામાં ડીઝલ ભરી આપનારા ઇસમની ધરપકડ કરાઇ છે. એલસીબીની ટીમ ગુરૂવારે રાત્રે વાપી હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદથી મુંબઇ જતા ટ્રેક ઉપર સલાસર ધામ મોટર્સની બાજુમાં આવેલ એસ.જે.ટ્રાંસપોર્ટ કંપનીના ગોડાઉનની સામે પહોંચતા ટેમ્પો ટેન્કર નં.જીજે-03-વાય-6773ના પાઇપથી એક ઇસમ સામે ઉભેલ કન્ટેનરની ડીઝલ ટાંકીમાં જ્વલન શીલ પદાર્થ ભરતા નજરે ચઢ્યો હતો. જે અંગે ઇસમની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ ટેન્કર તેના શેઠ ચિથર ચૌહાણ રહે.બગવાડા, શુભમ રેસીડન્સી નો છે. અને તેના કહેવાથી આ સસ્તુ ડીઝલ વાહનોમાં ઇંધણ તરીકે ગેરકાયદે ભરી આપી વેચાણ કરે છે.

300 લીટરની ટાંકી ધરાવતા આ ટેન્કર થકી તે અલગ અલગ ટ્રાંસપોર્ટની ગાડીઓમાં સસ્તામાં ડીઝલ ભરી આપે છે. આ ડીઝલ શેઠ અને તેમનો ડ્રાઇવર ક્યાંથી લઇ આવે છે તેની જાણ ન હોવાનું જણાવતા પોલીસે આરોપી લોકેન્દ્ર ઉર્ફે લોકેશ ઢુલ્લારામ તામરકા (નેપાળી)ને પકડી પાડી ટેન્કર કિં.રૂ. 3,00,000 અને જ્વલન શીલ પ્રવાહી 1000 લીટર કિં.રૂ.66,000 તથા 1 મોબાઇલ મળી કુલ રૂ.3,66,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

નાનાપોંઢાની ભેરૂનાથ કંપની માલ આપે છે
ટેન્કર માલિક ચિથર ચૌહાણ અને તેનો ડ્રાઇવર આ સસ્તુ ડીઝલ વાપીથી નાનાપોંઢા રોડ ઉપર આવેલ ભેરૂનાથ કેમિકલ કંપનીમાંથી ત્રણ દિવસ પહેલા ભરીને લઇ આવ્યા હતા. જે 66 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે તે અન્ય વાહનોમાં ગેરકાયદે ભરી આપતો હતો.

પ્રતિબંધિત બાયોડીઝલ હોઇ શકે છે
હાલ ડીઝલ 84 રૂપિયા પ્રતિલીટર વેચાય છે. જ્યારે બાયોડીઝલ સસ્તું હોવાથી ટ્રાંસપોર્ટરો તે જ ભરાવી લેવા ચાલકોને જણાવે છે. 66 રૂપિયાના ભાવે વેચાતો આ પ્રવાહી પ્રતિબંધિત બાયોડીઝલ હોઇ શકે છે. સરકારનો પ્રતિબંધ હોવાથી ચોરીથી વેચાય છે. > મુદસ્સર શેખ, ટ્રાંસપોર્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો