તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમાસણ:વાપી ગ્રીન એન્વાયરોના CEOના મુદ્દે ધમાસણ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને લઇ ડિરેકટરોની મુદ્દત વધી

વાપી ગ્રીન એન્વાયરો લિ.ની બુધવારે મળેલી વાર્ષિક સાધારણ સભામાં વર્તમાન ડિરેકટરો અને મેમ્બરોએ સીઇઓ યોગ્ય રીતે કામગીરી ન કરતાં હોવાનો બળાપો ઠાલવ્યો હતો. આ મુદે એક મહિનામાં નવા સીઇઓની નિમણૂંક અંગેનો નિર્ણય લેવાયો હતો. જયારે કોરોનાના કારણે હાલ ડિરેકટરોની ચૂંટણી યોેજાઇ તેમ ન હોવાથી આગામી એજીએમ સુધીની મુદ્ત ડિરેકટરોને આપવાનો નિર્ણય લેવાયો હતો. ગ્રીન એન્વાયરોની ઓફિસ અન્ય સ્થળે ન ખસેડવા અંગે નિર્ણય લેવાયો હતો.

વાપી ગ્રીન એન્વાયરો લિ.ની બુધવારે મળેલી વાર્ષિક સાધારણમાં વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને આ વર્ષે કોરોનાના કારણે ગ્રીન એન્વાયરોના ચાર ડિરેકટરોની ચૂંટણી યોેજાઇ નથી. જેથી આ મામલે એજીએમમાં ડિરેકટરોને આગામી એજીએમ સુધીની મુદ્ત વધારવાનો નિર્ણય લેવાયો હતો. જયારે સરકારી ડિરેકટરોની બે વર્ષની મુદ્ત વધારવામાં આવી હતી. જયારે ગ્રીન એન્વાયરોના સીઓ યોગ્ય રીતે કામગીરી ન કરતાં હોવાની રજૂ્આત ડિરેકટરો અને મેમ્બરોએ કરી હતી. જે મુદ્ે આગામી એક માસમાં નવા સીઓની નિમણૂંક કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો. આ વખતે ગ્રીન એન્વાયરોના 4 ડિરેકટરોની ચૂંટણી ટળી છે. જેને લઇ મેમ્બરોમાં હાંશકારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો