નિર્ણય:વાપી ગ્રીન એન્વાયરોમાં દરેક કેટેગરીના ઉદ્યોગોના પ્રતિનિધિને સ્થાન મળી રહેશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપીમાં 10 કરોડ ઉઘરાણા પ્રકરણના કારણે ઉદ્યોગોના પ્રતિનિધિઓની છબિ ખરડાઇ છે. છેલ્લી બોર્ડ બેઠકની મિનિટસમાં ચેતન પટેલ અને એસએસ સરનાને સસ્પેન્શનો ઉલ્લેખ કરાયો છે. વાપી ગ્રીન એન્વાયરોમાં છેલ્લા થોડા મહિનાથી બે જુથો વચ્ચે વિવાદ ચાલતો હતો. જેમાં 10 કરોડ ઉઘરાણા પ્રકરણના કારણે ગાંધીનગર સુધી વાપીના ઉદ્યોગોની પ્રતિષ્ઠાને અસર પહોંચી છે. જેને લઇ હવે વાપી ગ્રીન એન્વાયરોમાં અનેક ફેરફારો કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લી બોર્ડ બેઠકમાં કેટલાક ડિરેકટરોએ સૂચનો કર્યા હતા. જેમાં ફાર્મા,કેમિકલ,ટેક્સટાઇલ, પેપરમિલ સહિત દરેક સેકટરમાંથી ઉદ્યોગોના પ્રતિનિધિને સ્થાન આપવા અંગેનું સૂચન કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત ગ્રીન એન્વાયરોનો વહીવટ પારદર્શક રહે તે માટે એજીએમમાં સુધારા-વધારાની તૈયારી કરવામાં આવી છે. છેલ્લી બોર્ડ બેઠકની મિનિટસમાં 10 કરોડ ઉઘરાણા પ્રકરણમાં ગ્રીન એન્વાયરોના ડિરેકટર ચેતન પટેલ,એસ.એસ,સરનાને સસ્પેન્ડ કર્યાનો ઉલ્લેખ કરાયો છે. જો કે આવા વિવાદો ફરી ન થાય અને ઉદ્યોગોના હિતમાં કામો થાય તે માટે એજીએમમાં વિવિધ સુધારા કરાશે એવું જાણવા મ‌ળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...