દુર્ઘટના:વાપી GIDCની ખાદ્યતેલ પેકિંગ કરતી કંપનીમાં ભીષણ આગ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રક્ષાબંધનને લઈ કંપની બંધ હોવાથી જાનહાની ટળી

વાપી ફર્સ્ટ ફેઝ જીઆઇડીસીમાં એલઆઇસી સેકટરમાં આવેલી ઓઇલ કંપનીમાં રવિવારે મોડી રાત્રીએ કોઇક કારણોસર આગ ફાટી નીકળી હતી. નોટીફાઇડ અને પાલિકાના 6 ફાયર ફાયટરે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વાપી ફર્સ્ટ ફેઝમાં આવેલી મહાલક્ષ્મી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ખાદ્યતેલનું પેકિંગ કરવામાં આવે છે.

રવિવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી કંપનીમાં રજા હોવાથી બંધ રાખવામાં આવી હતી. મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે અચાનક કંપનીમાં આગ લાગી હતી જે થોડા જ સમયમાં ભીષણ રૂપ લઇ લીધું હતું. વાપી નોટીફાઇડ અને પાલિકાના 6 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કંપની માલિકના જણાવ્યા મુજબ આગ લાગવાનું ચૌક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સરકીટ થવાથી આગ લાગ્યાની શક્યતા વધુ છે. કંપની બંધ હોવાથી કોઇ જાનહાની થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...