પ્રિમોન્સુન કામના ધજાગરા:વાપી GIDCની ડ્રેનેજ લાઇનની મરામત્ત નહિ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • VIA ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે તૂટેલી ડ્રેનેજ

વાપી જીઆઇડીસી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ઠેર-ઠેર કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનની તૈયારી હોવા છતાં પણ નોટિફાઇડ વિભાગે પ્રિમોન્સુન કામગીરી ખાસ કરી હોય એવું લાગી રહ્યુ નથી. કારણ કે વીઆઇએ ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે જીઆઇડીસીની ડ્રેનેજ લાઇન તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જેની મરામત્ત કામગીરી હજુ સુધી કરાઇ નથી. જીઆઇડીસીના અન્ય વિસ્તારોમાં પણ ડ્રેનેજ લાઇનની આજ હાલત છે. ચોમાસા પહેલા જે ગટરોની સફાઇ અને મરામત્ત કામગીરી કરવાની હોય છે. પરંતુ જીઆઇડીસીના અધિકારીઓ સતત બદલાતા પ્રિમોન્સુન કામગીરી સામે કોઇ ધ્યાન અપાતાં લોકોને ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.

VIAની ટીમ પ્રશ્નો ગંભીરતાથી લેવા જોઈએ
વાપી પાલિકા વિસ્તારની જેમ નોટિફાઇડ વિસ્તારમાં પણ અનેક પ્રશ્નો છે. વર્ષો જુના હાઉસિંગ માટે રિ-ડેવલોપમેન્ટ પોલીસી, ગેરકાયદે બાંધકામ, ચોમાસાની શરૂઆત પૂર્વે વ્યવસ્થિત પ્રિમોન્સુન કામગીરી સહિતના પ્રશ્નો અંગે વીઆઇએની પદાધિકારીઓ ગંભીરતા દાખવે તે જરૂરી છે. જો કે વીઆઇએની ટીમ દ્વારા કામદાર હોસ્પિટલમાં સુવિધા વધારવામાં આવી છે.

6 દિ’માં કામગીરી પૂર્ણ થશે
નોટિફાઇડ વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ થઇ ચુકી છે, હાલ રિવિઝન ચાલી રહ્યુ છે. વીઆઇએ ઓફિસ આગળના રસ્તા પર ડ્રેનેજની સફાઇ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. પાંચથી છ દિવનસમાં હેવી કવરથી ડ્રેનેજના ઢાંકણાં ફીટ કરાશ . > દેવેન્દ્ર સગર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર,વાપી નોટિફાઇડ
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...