ફરિયાદ:વાપી જીઆઇડીસી, લવાછામાં વ્યાજે રૂપિયા આપનારા ચાર સામે ફરિયાદ

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરાના કરિયાણાનો વેપારી અનાજ, રોકડા આપી વ્યાજ વસૂલતો હતો

વાપી જીઆઇડીસી અને ડુંગરના વિસ્તારમાં વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ ઇસમોએ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. લાવવામાં કરિયાણાની વેપારી અનાજ અને રોકડા આપી ગ્રાહક પાસેથી ગાળો આપી વ્યાજ વસૂલતા ફરિયાદ કરાઇ છે. જ્યારે ગુંજન ના બે ઇસમોએ રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સેલવાસ આમલી ચાર રસ્તા ખાતે શ્રી ચામુંડા કોમ્પ્લેક્ષમાં રહેતા મની હિરાલાલ મોર્યાએ મંગળવારે વાપી ડુંગરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, વર્ષ 2019માં તે જ્યારે પીપરીયા હરિયાણા હોટલ પાછળ રહેતો ત્યારે અનાજ કરિયાણાની દુકાન ચલાવતા શ્રીકાંત ઉર્ફે વિશાલ સીંગ નાગેન્દ્રસિંહ રાજપુત સાથે ઓળખાણ થઇ હતી. ચાર વર્ષ અગાઉ કંપનીમાં સાથે કામ કરતા ચાર મિત્રોનું રાન ફરિયાદીએ તેના વિશ્વાસ શ્રીકાન્તની કરિયાણાની દુકાનોમાંથી તેની ગેરન્ટી ઉપર રાજનનું સામાન અપાવે અને આ ચારેય મિત્રો બે મહિના પછી રાજનનું બીલ રૂ.18,000 ભર્યા વગર કંપની છોડીને બિહાર ભાગી ગયા હતા.

જે બીલ શ્રીકાન્ત ફરિયાદી પાસેથી માંગતા થોડા થોડા કરી ભગરી આપવા જણાવ્યા બાદ પૈસાની જરૂર પડતા શ્રી કાન્ત પાસેથી રૂ.20,000 લેતા કુલ રૂ.38,000ના માસિક વ્યાજ 10 ટકા ભરવા તેણે જણાવ્યું હતું. જે બાદથી પ્રથમ રૂ.12000, અને બીજી વાર રૂ.6000, રૂ.2500 અને વર્ષ 2020માં રૂ.20,000 કરી કુલ રૂ.45,000 ચુકવ્યા છતાં શ્રી કાન્ત વધુના રૂ.65,000 માંગી બોલાચાલી કરી ગાળો બોલતા આ બાબતે ટીવી અને સોશ્યલ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ કે, કોઇ ગેરકાયદે રીતે નાણાં વ્યાજ આપી હેરાન કરે તો પોલીસને જાણ કરવાની જાણ થતા મુંદ્રામાં આરોપી વ્યાજખોર સામે ફરિયાદ કરાઇ હતી.

GIDCથી 2 વ્યાજખોરોની ધરપકડ
વાપી જીઆઇડીસી પોલીસેઆરોપી વિનોદ હરીશચંદ્ર પાટલી રહે.આકાર સોસાયટી ઘાટકોપર ની સામે ગોકુલવિહારસોસા યટી પાસે વગર લાયસન્સી જરૂરિયાદમંદલોક ોને ઉંચાઇ વ્યાજે નાણાધીરધાર કરવાની જાણ થતા તેને ગુંજન વિસ્તારની પકડતા તેના ખિસ્સામાંથી વ્યાજે આપેલા લોકોની લિસ્ટ મળી આવી હતી. જ્યારે ગુંજન અંબા માતા મંદિરની સામે સાગર રેસીડેન્સીમાં રહેતા અનલ ગોપીચંદન દુબઇ પણ જરૂરિયાતમંદ લોકોને વગર લાયસન્સી રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા રાફેલ કોલેજના ગેટ પાસેથી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...