સમસ્યા:વાપી ફલાય ઓવરબ્રિજ વરસાદના કારણે ધોવાયો, ખાડાથી ટ્રાફિક જામ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ અને લોખંડ પણ બહાર આવી જતાં હાલત કફોડી

વાપી સરકીટ હાઉસથી ચલા દમણ તરફના ફલાય ઓવરબ્રિજ ચોવીસ કલાક વાહનોથી ધમધમે છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે આ ફલાય ઓવરબ્રિજ ધોવાયો છે. બ્રિજ પર મોટા ખાડાઓ પડી ગયાં છે. પથ્થરો અને કપચી માર્ગ પર ઉડી રહી છે. વરસાદ ચાલુ રહેતાં બ્રિજ પર સ્થિતિ કથળી રહી છે. રોજના હજારો વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થઇ રહ્યાં છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ વરસાદ બંધ થતાં જ પેચવર્ક અને મરામત્તની કામગીરી કરે છે, પરંતુ વરસાદના કારણે ફરી એજ સ્થિતિ ઉદભવી રહી છે. પરિણામે વાહન ચાલકોએ હાલાકી ભોગવી રહ્યાં છે.

નવા બ્રિજની મંજુરી પરંતુ હાલ લોકોને હાલાકી
વાપી ફલાય ઓવરબ્રિજ માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટને લીલીઝંડી આપી દીધી છે. જેના કારણે આગામી દિવસોમાં વાપી,દમણ અને સેલવાસના લાખો વાહન ચાલકોને નવી સુવિધા મળશે, પરંતુ ફલાય ઓવર બ્રિજ ધોવાતા લોકોએ ભારે હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે.

ઉઘાડ મળે તો કામગીરી ઝડપથી થઇ શકે
ત્રણ દિવસ પહેલા મરામત કામગીરી કરાઇ હતી, હાલ પણ કામગીરી બ્રિજ પર ચાલુ છે, પરંતુ વરસાદ ચાલુ રહેવાના કારણે ડામર પાથરી શકાય નહિં. વરસાદ બંધ રહે તો ડામર પાથરી શકાય. ઉઘાડ થતાં જ ઝડપથી ડામરની કામગીરી કરાશે. - જતીન પટેલ,નાયબ ઇજનેર,વાપી પીડબલ્યુડી

અન્ય સમાચારો પણ છે...