જળસંશાધનોના ઉપયોગ માટે વાપી દેશમાં પ્રથમ:કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા પાણીના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય જળ પુરસ્કાર

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સતિષ પટેલ, માજી વોટર વર્કસ ચેરમેન,વાપી પાલિકા - Divya Bhaskar
સતિષ પટેલ, માજી વોટર વર્કસ ચેરમેન,વાપી પાલિકા

વાપી પાલિકાને માર્ચ 2021માં ઇજનેરની વિશ્વમાં પ્રથમ પાણી - ગટરની સરળ વ્યવસ્થા માટે વસ્તી આધારિત મોબાઇલ એપ્લિકેશન અને સ્કાડા સિસ્ટમને બે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયા હતાં. હવે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા પાણીના વ્યવસ્થાપન-ઉપયોગ માટે શહેરી પાલિકા તરીકે દેશમાં વાપી પ્રથમ હોવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇ વલસાડ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા વડોદરા જિલ્લા અને વાપી પાલિકા,તખતગઢ (સાબરકાંઠા) અમે કનકપુર (કચ્છ) ગ્રામ પંચાયત તથા આઇઆઇટી ગાંધીનગરે જળસંસાધનોના ઉપયુકત વ્યવસ્થાપન અને ઉપયોગ બદલ વિવિધ શ્રેણીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2020ની જાહેરાત કરવામાં આવી છે. શહેરી પાલિકા તરીકે વાપી દેશમાં પ્રથમ આવતાં વાપીવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

વાપી પાલિકા પ્રથમ આવવા પાછળ ઇજનેર સંજય ઝાની વિશ્વમાં પ્રથમ પાણી - ગટરની સરળ વ્યવસ્થા માટે વસ્તી આધારિત મોબાઇલ એપ્લિકેશન અને સ્કાડા સિસ્ટમ ને બે રાષ્ટ્રીય એવોર્ડના કારણે આ શક્ય બન્યું છે. તેમણે વોટર સપ્લાય- સીવરેજ સિસ્ટમ માટે iOS અને એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન બનાવતાં રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ થયા બાદ સેમિફાઇનલ અને ફાઇનલ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. માટે માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને પૂર્વ સીઓ દર્પણ ઓઝા,માજી વોટર વર્કસ ચેરમેન સતિષ પટેલે ઇજનેર સંજય ઝાની કામગીરીને બિરદાવી હતી.

રાષ્ટ્રીય એવોર્ડ માટે આ કારણો
વાપી પાલિકાના હાઇડ્રોલિક એન્જીનિયર સંજય ઝાએ પાણી વિત્તરણ વ્યવસ્થા તથા ડ્રેનેજની કામગીરી એકદમ સરળતાથી થઇ શકે તે માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી માત્ર વસ્તીના આંકડાના આધારે તમામ ટેક્નિકલ માહિતી લોકો તથા કર્મચારીઓ-એન્જીનિયરો, વિદ્યાર્થીઓને મળી જાય છે. દેશભરમાંથી હજારોની નોમિનેશનથી શોર્ટ લિસ્ટ થઇ બે એવોર્ડ વાપી પાલિકાને મળ્યા હતાં. નોડ ૨.૪ વોટર સપ્લાય નેટવર્ક અને સેવરેજ મોબાઈલ એપ્લીકશનથી ઇજનેરની કામગીરીને બિરદાવાઇ હતી.

24 કલાક ગમે તે સ્થળે પાણી મળી રહે તેવી યોજનાની તૈયારી ચાલી રહી છે
છેલ્લા અઢી-ત્રણ વર્ષમાં વાપી પાલિકા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થામાં અનેક સુધારા કરવામાં આવ્યાં છે. નેશનલ એવોર્ડ સમગ્ર ગુજરાત માટે મોટી વાત છે. હવે પાલિકા વિસ્તારમાં ચોવીસ કલાક ગમે તે સ્થળ 365 દિવસ પાણી મ‌ળે રહે તેવી યોજના માટેની કામગીરી ચાલી રહી છે. જે પ્રોજેકટ ઓછા સમયમાં પૂર્ણ થશે. - સતિષ પટેલ, માજી વોટર વર્કસ ચેરમેન,વાપી પાલિકા

નવી યોજનાઓના કારણે સફળતા પ્રાપ્ત થઇ શકી, સૌના પ્રયાસોથી એવોર્ડ મળ્યો
છેલ્લા ત્રણ વર્ષથી સતત ફિલ્ટેરેશન પ્લાન્ટ, પાણી યોજના, સ્કાડા સિસ્ટમ માટે ખુબ પ્રયાસો કરાયા છે. આ સાથે નવી એપ્લિકેશન સિસ્ટમ અને આગામી સમયમાં 365 દિવસ લોકોને ગમે તે વિસ્તારમાં પાણી મળી રહે તે દિશામાં ચાલતાં પ્રયાસો વચ્ચે નેશનલ એવોર્ડ નવી ઉર્જા પુરી પાડશે. - સંજય ઝા,હાઇડ્રોલિક એન્જીનિયર, વાપી પાલિકા

અન્ય સમાચારો પણ છે...