વાપી ડુંગરા વિસ્તારમાં 4 ડિસેમ્બર 2020ના રોજ 14 વર્ષીય સગીરાને આરોપી રેહાન ખાન મોહમદ આઝમ ખાન એ છેલ્લા એક વર્ષથી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી છથી સાત વખત દુષ્કર્મ આચર્યા હતા. જેની જાણ પરિવારને થતા હોસ્પિટલમાં ચકાસણી કરાવતા તેને 5 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.
સગીરાએ જણાવેલ કે, આરોપીનો સાળો કમરાન અબ્દુલ હુજેફા ખાન તેના શરીર તેમજ છાતી ઉપર હાથ ફેરવી કહેતો કે રેહાન સાથે લગ્ન કરાવી દઇશ. પોલીસે બનેવી અને સાળા સામે ગુનો નોંધી આરોપી સાળ કમરાનની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર રેહાને આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે તેને નામંજૂર કરતા બે વર્ષથી પોલીસથી બચવા તે નાસતો ફરતો હતો.
આખરે 4 એપ્રિલના રોજ તે ઝડપાયો હતો. જે બાદ આરોપી રેહાને જામીન મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વાપીના પોક્સો એક્ટ હેઠળના સ્પેશ્યિલ જજ કે.જે.મોદીએ તેને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
પીડિતાના પરિવારે સમાધાન કરવા છતા નામંજૂર
આ કેસમાં આરોપીને જામીન આપવામાં આવે તો કોઇ વાંધો નથી તે મુજબનું સમાધાનનો કરાર પીડિતાની ફરિયાદી માતા સાથે કરી તે અંગેનો લેખ કોર્ટમાં રજુ કરવા છતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજીને નામંજૂર કરી દેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.