એક્શન પ્લાન પાણીમાં:ગુજરાતની 20 પ્રદૂષિત નદીમાં વાપી દમણગંગા, કોલકનો પણ સમાવેશ

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રના જળ સંશાધન મંત્રાલયે રજુ કરેલા રિપોર્ટમાં બહાર આવ્યું, ઉદ્યોગોના પાણીના કારણે નદીઓ પ્રદૂષિત

તાજેતરમાં કેન્દ્રના જળ સંશાધન મંત્રાલયે રજુ કરેલા રિપોર્ટમાં ગુજરાતની 20 પ્રદુષિત નદીમાં વાપીની દમણગંગા નદી અને કોલક નદીનો પણ સમાવેશ કરાયો છે. અગાઉ દમણગંગા નદીમાં પ્રદુષણ અટકાવવા એક્શન પ્લાન તૈયાર સહિત અનેક બેઠકો થઇ હતી, પરંતુ આ તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે.

દેશભરમાં કુલ 351 નદીઓ પ્રદુષિત છે.કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ સંદર્ભનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. પાણીની ગુણવત્તાના પરિણામ આધારે સમયાંતરે નદીઓના પ્રદુુષણ અંગે મુલ્યાંકન કરવામાં આવતું હોય છે. કેન્દ્રના જળ સંશાધન મંત્રાલયે આ માહિતી પુરી પાડી છે. આ રિપોર્ટમાં નદીના પ્રદુષિત પટની બાબત સામે આવી છે. જેમાં ગુજરાતમાં 20 નદીઓ પ્રદુષિત છે. જેમાં દમણગંગા નદી કચીગામથી વાપી અને કોલક નદી (કિકરલાથી સલવાવ)નો પણ સમાવેશ થાય છે.

ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં પાણીના કારણે દમણગંગા અને કોલક નદી પ્રદુષિત થઇણ રહી છે. જેના શુદ્ધીકરણ માટે એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ કામગીરી માત્ક કાગળ પર રહી ગઇ છે. પરિણામે પ્રદુષિત નદીની યાદીમાં દમણગંગા અને કોલક નદીનો પણ સમાવેશ થયો છે. પર્યાવરણ પ્રેમીઓ જવાબદારો સામે આક્રોશ ઠાલવી રહ્યાં છે.

દમણ સુધી પાઇપલાઇનનો પ્રોજેક્ટ ખોરંભે
વાપીમાં પ્રદુષણનો પ્રશ્ર ઉકેલવવા સીઇટીપી આઉટલેટથી દમણ દરિયા સુધી પાઇપલાઇન નાખવાના પ્રોજેકટને સરકારે લીલીઝંડી આપી હતી. સરકારે બજેટમાં નાણાંની ફાળવણી પણ કરી છે,પરંતુ દમણના માછીમારોના વિરોધએ નોંધાવ્યો હતો. રોજી-રોટીને અસર થવાનો દાવો માછીમારો કરી રહ્યાં છે.જેના કારણે લાંબા સમયથી આ પ્રોજેકટની ચર્ચા ચાલી રહી છે, પરંતુ પ્રોજેક્ટ આગળ વધી શકતો નથી.

દમણગંગા નદીમાં હજુ પણ કલરવાળુ પાણી
વાપી સીઇટીપી નજીક નામધા તરફના માર્ગ પર રેલવે બ્રિજની નીચે દમણગંગા નદીની શુક્રવારે દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત કરી હતી. આ દરમિયાન નદીમાં કલરવાળુ પાણી જોવા મળ્યુ હતું. ઉદ્યોગો દ્વારા કલરયુક્ત પાણી છોડાતાં નદી પ્રદુષિત થઇ રહી છે. જેના કારણે પર્યાવરણ પ્રેમીઓ અને લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. અહીંથી પસાર થતાં લોકો પણ આ દ્રશ્યને જોઈ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

રેગ્યુલર મળતી બેઠકમાં નદીની ચર્ચા થાય છે
પીઆરએસ (પોલ્યુશન રિચર્સ સ્ટેસીવ) મુજબ અગાઉ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જે મુજબ જીઆઇડીસીમાં બે અને પાલિકા વિસ્તારમાં 2 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરવાના હતા. હાલ એક કાર્યરત થયો છે. ડિસ્ટ્રીકટ એન્વાયરમેન્ટ એક્શન પ્લાનની રેગ્યુલર મિટીંગમાં પણ ચર્ચા થાય છે.> એ.જી.પટેલ, રિઝયન ઓફિસર,વાપી જીપીસીબી

અન્ય સમાચારો પણ છે...