હુકુમ:ઉમરગામમાં લૂંટના આરોપીની જામીન અરજી વાપી કોર્ટે ફગાવી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસ અગાઉ જવેલર્સની દુકાનમાં લૂંટ ચલાવી હતી

ઉમરગામ શહેરમાં રાહુલ જ્વેલર્સમાં ત્રણ માસ અગાઉ બે અજાણ્યા યુવકો ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનમાંથી 3 સોનાની વીટીની લૂંટ ચલાવી સેલ્સમેન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ગુનામાં આરોપીની ધરપકડ બાદ ઉમરગામ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે બાદ આ ગુનામાં સંડોવાયેલો આરોપી રાહુલે 16મી મેના રોજ જેલમાંથી મુક્ત થવા પ્રથમ વખતના રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની સેશન્સ કોર્ટના જજ કે. જે. મોદીએ આરોપી રાહુલ સહાના જામીન ના મંજૂર કરતો હુકમ કર્યો હતો.

14 ફેબ્રુઆરી 2022 ના રોજ ઉમરગામ શહેરમાં રાહુલ જ્વેલર્સમાં 2 અજાણ્યા યુવકોએ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. ગ્રાહકોએ સેલ્સમેન પાસેથી સોનાની વીટી જોવા માંગી હતી. સેલ્સમેન દ્વારા યુવકોને સોનાની વીટી બતાવી રહ્યા હતા. જે દરમિયાન એક યુવકે પોતાના હાથની એક આંગળીમાં 3 સોનાની વીંટી પહેરી લીધી હતી. યુવકની નિયતમાં ખોટ પારખી ગયેલા સેલ્સમેને યુવક પાસેથી સોનાની વીંટી પરત માંગી હતી. જે દરમિયાન વીંટી લઈને ભાગી રહેલા યુવકોને સેલ્સમેને પકડી લેતા યુવકે સેલ્સમેન ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને દુકાનમાંથી 3 વીંટીની લૂંટ ચલાવી બંને આરોપીઓ મોપેડ લઇ ભાગી છૂટયા હતા.

આ કેસમાં સંડોવાયેલા આરોપી રાહુલ સહાની અને તેનો મિત્રને વલસાડ LCBની ટીમે ઝડપી પાડયા હતા. ઉમરગામ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યા બાદ 16મી મેના રોજ આરોપી રાહુલ સહાનીએ જેલમાંથી મુક્ત થવા વાપીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની સેશન્સ કોર્ટના જજ કે જે મોદી એ આરોપીના જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...