શિક્ષણ:વાપીની કોલેજને યુનિવર્સિટીએ માસ્ટર ડિગ્રીની માન્યતા આપી, એમ.કોમ, એમએસસીને મંજૂરી અપાઇ

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી શહેરની આર.કે દેસાઈને એમ.કોમ, અને એમ.એસસી( કેમેસ્ટ્રી )અભ્યાસક્રમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુર્નિવસિર્ટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. મંગળવારે મળેલી સિન્ડિકેટની સભામાં માસ્ટર ડીગ્રીની માન્યતાને બહાલી આપી હતી. ચાલુ વર્ષથી પ્રવેશની બેઠકો ફાળવામાં આવશે. જેથી જિલ્લાના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે તક રહેશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વાપી આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં હાલ બી.કોમ.,બી.બી.એ.,બી.એસસી., બી.સી.એ., બી.એડ.જેવા બેચલર ડિગ્રી માટે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

વધુ ઉચ્ચ શિક્ષણ માટે મંગળવારે મળેલી સિન્ડિકેટ સભામાં આર.કે.દેસાઇ કોલેજને એમ.કોમ અને એમ.એસસી(કેમેસ્ટ્રી) માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમને માન્યતા અપાઇ છે. એમ.કોમ અને એમ.એસસી(કેમેસ્ટ્રી) અભ્યાસક્રમને માન્યતા મળવાથી વલસાડ વાપી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સરળતા રહેશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષથી જ એમ.કોમ અને એમ.એસસી (કેમેસ્ટ્રી) ના પ્રવેશ ફાળવાશે. આમ વાપીની વધુ એક કોલેજના માસ્ટર ડિગ્રીની માન્યતા મળતાં વિદ્યાર્થીઓને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...