ભાસ્કર વિશ્લેષણ:વાપી શહેરમાં દિકરા-દિકરીઓ વચ્ચે જન્મદરમાં હવે 5 ટકાનું અંતર

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિકરીઓનો જન્મદર સુધર્યો: 1 વર્ષમાં 2746 બાળકો સામે 2514 બાળકીનો જન્મ થયો, ડિસેમ્બર માસમાં સૌથી વધુ બાળકી જન્મી

વાપી શહેરમાં પુરૂષોની સામે સ્ત્રીઓનો જન્મદર સતત નીચો રહયો છે. 2010થી 2015 સુધી સ્ત્રીઓનો જન્મદર ઉંચો આવી શકયો નથી,પરંતુ હાલ સ્થિતિ બદલાઇ છે. છેલ્લા બે વર્ષથી બાળકો અને બાળકી વચ્ચે જન્મદરમાં માત્ર 4 થી 5 ટકાનો તફાવત જોવા મળી રહ્યો છે. વર્ષ 2021માં 2746 બાળકો સામે 2514 બાળકોની જન્મ થયો છે. દિકરીઓના જન્મદરમાં સુધારો જોવા મળી રહ્યો છે.

વાપી શહેરમાં વર્ષ 2014માં 65 પુત્ર સામે માત્ર 35 જ પુત્રીનો જન્મ થયો હતો. બાળકોની તુલનાએ 29.18 ટકા બાળકીનો ઓછો જન્મ થઇ રહયો છે,પરંતુ ધીમે-ધીમે જાગૃતતાના કાકરણે સ્થિતિ બદલાઇ રહી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં દિકરીઓના જન્મદર ઉંચો આવ્યો છે. જાન્યુઆરીથી ડિસેમ્બર 2018 સુધીમાં કુલ 2835 બાળકો સામે 2532 બાળકીનો જન્મ થયો હતો. 1 વર્ષમાં બાળકોની સરખામણીએ 303 બાળકીઓ ઓછી જન્મી હતી. વર્ષ 2020,21માં પણ બાળકીનો જન્મદરમાં સુધારો આવ્યો છે. બાળકો અને બાળકીઓ (સ્ત્રી-પુરૂષો)ના જન્મદરમાં માત્ર 5 ટકાનું અંતર રહ્યું છે.

વર્ષ 2021માં 2746 બાળકો સામે 2514 બાળકોની જન્મ થયો છે. બાળકો કરતાં માત્ર 232 બાળકીઓ જ ઓછી જન્મી છે. એટલે કે દિકરીઓના જન્મદરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7-8 વર્ષમાં સ્ત્રીનો જન્મ દર વધી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં તો પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો જન્મદર વચ્ચે માત્ર 5 જ ટકા અંતર રહ્યું છે. આગામી સમયમાં સ્ત્રી અને પુરુષના જન્મદર એકસરખો થશે એવું અનુમાન છે.

જિલ્લામાં સ્ત્રી જન્મદરમાં સુધારો થયો: NFHS
કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરર્વેક્ષણ-5માં (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં) વલસાડ જિલ્લામાં 2015-2016 પછીના 5 વર્ષમાં 1 હજાર પુરૂષોએ 995 સ્ત્રીઓનો જન્મ થતો હતો. 2019-2020માં સરેરાશ 1 હજાર પુરૂષોએ 1020 સ્ત્રીઓનો જન્મ થયો છે. એટલે કે સ્ત્રીના જન્મદરમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેનો જન્મદર એક સરખો થવા જઇ રહ્યો છે.

સમાજમાં જાગૃતતા આવતાં સ્થિતિ બદલાઇ
હવે દિકરા-દિકરીઓને એકસમાન માનવામાં આવે છે, સરકારે બેટી પઢાવો,કન્યા કેળવણી જેવા કાર્યક્રમો ચાલી રહ્યાં છે. દરેક સમાજોમાં જાગૃતિ આવી રહી છે. આગામી સમયમાં પણ હજુ બાળકીઓને જન્મદર ઊંચો જશે. સરકાર અને સમાજોના પ્રયાસોથી આ સફળતા મળશે. સૌએ આ માટે સહયોગ આપવા જોઈએ. > દિપ્તીબેન ભંડારી, મહિલા અગ્રણી, વાપી- પારડી

4 થી 5 ટકા અંતર હજુ પણ ઘટી જશે
છેલ્લા થોડા વર્ષોમાં પુરૂષ,સ્ત્રી વચ્ચેના જન્મદરમાં સુધારો આવ્યો છે. હવે જાગૃતતા આવી રહી છે. વાપી શહેરમાં પુરૂષ-સ્ત્રીઓના જન્મદરમાં 4થી 5 ટકાનું અંતર પણ આગામી દિવસોમાં રહેશે નહિ. કારણ કે પુરૂષોની જેમ જ મહિલાઓને ગણવામાં આવી રહી છે. સામાજિક જાગૃતિના પ્રયાનો કારણે સફળતા મળી રહી છે.> મિતલ ધાકડા, આચાર્ય,શ્રીવિદ્યાનિકેતન સ્કૂલ,વાપી

1 વર્ષના જન્મદરની સ્થિતિ

માસબાળકોબાળકીકુલ
જાન્યુઆરી158164322
ફેબ્રુઆરી159141300
માર્ચ186175361
એપ્રિલ187175362
મે221173394
જુન187187374
જુલાઇ192178370
ઓગષ્ટ221214435
સપ્ટેમ્બર303280583
ઓકટોમ્બર295239534
નવેમ્બર269281550
ડિસેમ્બર368307675
કુલ274625145260

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...