તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વાપી CHCમાં હવે દર્દીઓ માટે મોટી લિફ્ટની સુવિધા ઉભી કરાશે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં વિવિધ મુદે ચર્ચા

પારડી સીએચસી (સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ) ખાતે ગુરૂવારે પારડી ધારાસભ્ય અને માજી જિ. ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી હતી. આ સમીક્ષા બેઠકમાં હાલની મહામારી સમયે થયેલીકામગીરી, જરૂરી સાધન અને સ્ટાફ બાબતની ચર્ચા કરાઇ હતી. કેટલીક જરૂરી પરવાનગીઓ અને વ્યવસ્થાઓના આયોજન અંગેના સૂચનો કરાયા હતાં.

પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ નવા બનેલા ડાયાલિસિસ સેન્ટર માટે દર્દીને સ્ટ્રેચર ઉપર લઈ જવાય તેવી મોટી લિફ્ટ માટે ગ્રાન્ટ ફાળવવા અંગેની ખાતરી આપી હતી. પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ,વાપી શહેર ભાજપ પ્રમુખ સતીષભાઇ પટેલ,પાલિકા ઉપપ્રમુખ મુકુંદા બેન, તાલુકા હેલ્થ ઓફિસર મૌલિકભાઈ પટેલ, આરએમઓ ડૉ. નીતીનભાઇ પટેલ, હેલ્થ કમિટી સાથે જોડાયેલા સ્થાનિક સામાજિક કાર્યકર અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...