બસોનું સંચાલન 1 માસ બાદ કરાશે:વાપી બસ ડેપો હંગામી રાહે બલીઠા હાઇવે સ્થળાંતરની ગતિવિધી શરૂ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજનું કામ ટુક સમયમાં ચાલુ થશે, બસોનું સંચાલન 1 માસ બાદ કરાશે

વાપી હયાત રેલવે ઓવરબ્રિજને તોડી નવો બનાવવાની કામગીરી ટુક સમયમાં ચાલુ થનાર છે. જે પૂર્વે ટ્રાફિક ડાયવર્ઝન માટે વાપી ડેપો દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને કલેકટરે મંજુરી આપી દીધી છે.જેથી બ્રિજની કામગીરી ચાલુ થાય ત્યારે કામચલાઉ બસોનું સંચાસન બલીઠા હાઇવે જુની આરટીઓઓફિસનું સ્થળ ફાઇનલ કરવામાં આવ્યું છે. જો કે કામ ચલાઉ ડેપો એક-બે માસમાં કાર્યરત થશે એવું ડેપોના સુત્રો જણાવી રહ્યાં છે.

વાપી ખાતે હયાત રેલવે ઓવરબ્રિજ તોડીને 140 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી આગામી સમયમાં થવાની છે. આ દરમિયાન ટ્રાફિકનો પ્રશ્ન વિકટ ન બને તે માટે અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.કારણ કે મુખ્યમંત્રી, નાણામંત્રીના હસ્તે વાપી ઓવરબ્રિજનું ખાતમુર્હુત થયું હતું.જેની કામગીરી આગામી ટુક સમયમાં ચાલુ થવાની છે. જેથી વાપી ડેપો દ્વારા બસોનું સંચાલન અન્ય સ્થળે કરવા અંગે કલેકટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી.ટ્રાફિક ડાયવર્ઝન માટેની દરખાસ્તને કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી છે.

ડેપોના સુત્રોના જણાવ્યું હતું કે સ્થળ-સ્થિતિની ચકાસણી કરતાં બ્રિજ આગામી ટૂક સમયમાં તુટવાનો હોય ત્યાં નવિન બ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી હયાત વાપી બસ સ્ટેશનનું સંચાલન વાપી બલીઠા નજીક ને.હા.નં. 48ને દમણગંગા કેનાલ સબ ડિવિઝન વાપીની જગ્યા નક્કી કરવામાં આવી છે. કામચલાઉ બસોનું સંચાલન બલીઠા હાઇવે આરટીઓ કચેરીથી આગામી સમયમાં થશે.દિવાળી બાદ કામચલાઉ ડેપોનું સંચાલન બલીઠા હાઇવે પાસેથી કરવામાં આવશે. જો કે વાપી ઓવરબ્રિજ તોડવાની કામગીરી વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ જ કરાશે.

અન્ય સમાચારો પણ છે...