તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાપીમાં BSCની છાત્રા FB થકી પ્રેમમાં પડી પ્રેમલગ્ન બાદ પતિએ દહેજ માગી ઘરથી હાંકી કાઢી

વાપી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાસુ-સસરા અને પતિ માનસિક-શારીરિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

વાપીના ચણોદ ખાતે અરીહંત ગાર્ડનમાં રહેતા સવિતા પંકજ ઉર્ફે જેહ પ્રેમચંદ સ્વામીએ બુધવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, હાલ તે ચલા ખાતે આવેલ મેરીલ લાઇફ સાયન્સ કંપનીમાં રેગ્યુલેટરી અફેર્સ વિભાગમાં ઓફિસર તરીકે કામ કરે છે અને તેના પિતા દાદરા ખાતે ગુડલક એગ્રોનેટ કંપની ચલાવે છે.

વર્ષ 2012માં તે કેબીએસ કોલેજમાં બીએસસી મેડિકલ ટેક્લોનોજીમાં પ્રથમ વર્ષમાં હતી. ત્યારે ફેસબુક ઉપર તેની મિત્રતા નામધા સ્ટારસિટીમાં રહેતા પંકજ ઉર્ફે જેહ પ્રેમસુખ સ્વામી સાથે થઇ હતી. બે વર્ષ બાદ તેઓ પ્રેમસંબંધમાં બંધાયા હતા. સવિતાએ આઇબીપીએસ બેંકની એક્ઝામ પાસ કર્યા બાદ નોકરી માટે વાત કરતા પંકજે ઘરે રહીને નોકરી કરવા અને જો બહાર જશે તો પોતે સ્યુસાઇડ કરી લેવા ધમકી આપી હતી. જેને લઇ ટેન્શનમાં સવિતાએ સ્યુસાઇડ કરવાની કોશિષ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

જે બાદ પતિ તેમજ સાસુ-સસરા નજીવી બાબતે મહેણા ટોણા મારી ત્રાસ આપી માતાના નામે ચણોદ ખાતે આવેલ ફ્લેટની માંગણી કરતા હતા. પતિ દારૂ પી મારતો હતો. જેની જાણ વાપીમાં સાસુ-સસરાને કરતા તેમણે પતિ સાથે મળી સવિતાને ઘરથી કાઢી મૂકતા આ અંગે તેણે પોલીસમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સાથે પણ લફડું ચાલતું હતું
પીડિત સવિતાએ તેના લગ્નના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરતા તેના ભાઇ પ્રતિક ગરોડીયાએ ફોન પર જણાવેલ કે મુંબઇમાં રહેતી કૃતી અને બનેવી પંકજ વચ્ચે ઘણાં સમયથી અફેર છે અને તેઓ લગ્ન કરવાના હતા. જેની વાત પતિ સામે કરતા તેણે બંનેના પરિવાર સામે ભૂલ સ્વીકારી માફી માંગી લેતા સમાધાન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો