તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગદાન:વાપી ભાનુશાલી સમાજના વૃદ્ધના ઓર્ગન ડોનેટ કરાયા બાદ સમાજે નવો રાહ ચિંધ્યો

વાપી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
નીતાબેન ખાનિયા, સામાજિક મહિલા કાર્યકર,ભાનુશાલી સમાજ,વાપી - Divya Bhaskar
નીતાબેન ખાનિયા, સામાજિક મહિલા કાર્યકર,ભાનુશાલી સમાજ,વાપી
 • કચ્છથી મુંબઇ સુધીના 268 કચ્છી ભાનુશાલીએ ઓર્ગન ડોનેટ કરવાની સ્વેચ્છિક ઇચ્છા દર્શાવી
 • ઉદ્યોગપતિ,તબીબો,શિક્ષણવિદ સહિત પ્રથમ 68 લોકો ઓર્ગન ડોનેટ કરવા આગળ આવ્યાં છે
 • મૃતક રમેશભાઇના અંગદાનને બિરદાવવા મુંબઇમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હજારો ભાનુશાલી જોડાશે

વાપી નજીકના વલવાડામાં રહેતા અને કરમબેલામાં દુકાન ચલાવતા 68 વર્ષિય રમેશભાઇ મીઠુભાઇ ભાનુશાલી (મીઠિયા) બ્રેન ડેડ બાદ સોમવારે ઓર્ગન ડોનેટ કર્યા હતા. દક્ષિણ ગુજરાતમાં ભાનુશાલી સમાજમાં આ પ્રથમ ઓર્ગન ડોનેટ હોવાથી સમાજમાં તેનો સારો પ્રતિસાદ સાંપડયો છે. ઓર્ગન ડોનેટનો સંદેશ કચ્છથી મુંબઇ સુધી વસતાં કચ્છી ભાનુશાલી સમાજના લોકો સુધી પહોંચ્યો છે. વાપીના વૃધ્ધે અંગદાન કરી ભાનુશાલી સમાજને નવો રાહ ચિંધ્યો છે. જેને લઇ કચ્છથી મુંબઇ સુધીના 268 કચ્છી ભાનુશાલીએ ઓર્ગન ડોનેટ કરવાની ઇચ્છા દર્શાવી છે. ઉદ્યોગપતિ,તબીબો અને શિક્ષણવિદો સહિત 68 લોકો પ્રથમ અંગદાન કરશે.

વાપી કચ્છી ભાનુશાલી સમાજે તેની તૈયારી શરૂ કરી છે. વાપી સહિત દક્ષિણ ગુજરાતના ભાનુશાલી સમાજના આગેવાનો અંગદાનની કામગીરીને બિરદાવી રહ્યાં છે. અંગદાન કરનાર મૃતક રમેશભાઇ ભાનુશાલીને સાચી શ્રધ્ધાંજલિ આપવા મુંબઇમાં એક કાર્યક્રમ રાખી સમગ્ર વિશ્વમાં વસતાં ભાનુશાલી સમાજના પરિવારોને અંગદાન અંગેનો સંદેશ આપવામાં આવશે.

સમગ્ર અંગદાનની પ્રક્રિયા કેવી રીતે થાય છે ?
હરિયા હોસ્પિટલના ડો.એસ.એસ.સિંગે જણાવ્યું હતું કે અંગદાન માટે સરકાર પાસેથી મંજુરી મેળવવી પડે છે. જે બાદ જ અંગદાન કરી શકાય છે. બ્રેઇન ડેડ હોય તો પ્રથમ વિ‌િવધ ટેસ્ટ કરવામાં આવે છે પછી તેના અંગો કાઢવા માટે તબીબોની સ્પેશિયલ ટીમ હોય છે. જે ટીમ અંગો કાઢી તે અંગો માત્ર 6 કલાકની અંદર જ જરૂરિયાતમંદોને આપીને સર્જરીની પ્રક્રિયા પુરી કરી દેવી પડે છે.તેના માટે રાજય સરકાર પોલીસ વિભાગને જાણ કરી તે ઓર્ગનને પહોંચાડવા માટે માર્ગ પણ ખુલ્લો કરી કોરીડોર બનાવીને કે પ્લેન દ્વારા પહોંચાડાય છે.

આ દર્દીઓજ અંગદાન કરી શકે
જે દર્દીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તે દર્દીની ફરીથી ભાનમાં આવવાની અને જાતે શ્વાસ લેવાની શક્યતા રહેતી નથી. તે વેન્ટિલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઇન ડેડ કહેવાય છે. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડૉક્ટરની એક પેનલ તેની તપાસ કરે છે. ત્યારબાદ દર્દીને બ્રેઇન ડેેડ જાહેર કરે છે. નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે.

સમાજે આ અંગે જાગ્રત થવું પડશે
સામાન્ય રીતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા દર્દી વધારે બ્રેઇન ડેડ થતાં હોય છે. ઉલ્લેખનીય છે કે આવા દર્દીના અવયવો ગંભીર બીમારીમાં હોય એવા દર્દીના ઉપયોગમાં આવે છે. એટલે કે હાર્ટ, લીવર, કિડની જેવી બીમારીના દર્દીને ઉપયોગી બને છે. જોકે આજે પણ અંગદાન કરવામાં લોકો ખચકાટ અનુભવે છે, અનેક લોકો હજી પણ બ્રેઇન ડેડને મૃત્યુ તરીકે સ્વીકારવા તૈયાર થતા નથી. જેના લીધે તે અંગદાન કરવાની ઘસીને ના પાડતા હોય છે. સમાજે અંગદાન અંગે જાગ્રત થવું પડશે.

રમેશભાઇના માર્ગે હું પણ અંગદાન કરીશ
અમારા ભાનુશાલી વડીલ સ્વ રમેશભાઇ મિઠિયા (ભાનુશાલી)એ અંગદાન કર્યુ છે. તેમના માટે તથા તેમના પરિવાર માટે ગર્વની લાગણી અનુભવુ છું.મારા મૃત્યુ પછી અંગદાનનો સંકલ્પ કરુ છું. અન્ય સમાજના લોકોએ પણ આના પરથી પ્રેરણા લેવાની જરૂર છે. સમાજના દરેક લોકોેને આ માટે પ્રેરવાનો પ્રયાસ કરીશ.> નીતાબેન ખાનિયા, સામાજિક મહિલા કાર્યકર,ભાનુશાલી સમાજ,વાપી

ઓર્ગન ડોનેટથી નાના બાળકોને નવ જીવન મળે છે
કચ્છી ભાનુશાલી સમાજમાં પ્રથમ ઓર્ગન ડોનેટનો આ કિસ્સો મનાઇ છે. સોમવારે કરમબેલા ખાતે રહેતા અમારા સમાજના વૃદ્ધે કરેલુ અંગદાન અન્ય સમાજ માટે પણ પ્રેરણા દાયક છે. વૃધ્ધોના ડોનેટ થયેલા ઓર્ગનથી જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળે છે. અમારા સમાજે આ કિસ્સાને એક પ્રેરણાં સ્વરૂપે લીધો છે. આ માટે અનેક ડ્રાઇવ અવરનેસ કાર્યક્રમો કરવામાં આવશે. જેથી દરેકને અંગદાનની પ્રેરણાં મળી શકે. > પ્રકાશ ભદ્રા ,અગ્રણી,કચ્છી ભાનુશાલી સમાજ,વાપી

દરેક સમાજના લોકો આગળ આવે તે જરૂરી
જીવનની અમુલ્ય વસ્તુનું દાન કર્યું છે. જેનો કોઇ મોલ નથી અનમોલ છે. જેનાથી લોકોનું જીવન બચાવી શકાય છે. રમેભાઇએ કરેલા અંગદાનની પ્રેરણાંથી સૌએ યોગ્ય રીતે અંગદાન કરવું જોઇએ. મેં પણ અંગદાન માટે નામ નોંધાવી દીધુ છે.સમાજના લોકો પણ આ માટે આગળ આવી રહ્યાં છે.> પિયુષ ભાનુશાલી, આગેવાન,કચ્છી ભાનુશાલી સમાજ,વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો