આજે વર્લ્ડ માઇગ્રન્ટ દિવસ:ઔદ્યોગિક નગરી વાપી બની પ્રવાસી રહીશોની કર્મભૂમિ

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય રાજ્યોમાંથી આવી ઉદ્યોગપતિથી લઇ કામદારો તેમજ વિવિધ વેપારમાં જોડાયા

સમગ્ર વિશ્વમાં 18મી ડિસેમ્બરે વિશ્વ માઇગ્રન્ટ (પ્રવાસી રહીશ) દિવસની ઉજવણી થાય છે. ધંધા રોજગાર માટે પોતાનું રાજ્ય કે દેશ છોડી અન્યત્ર રાજ્ય કે દેશમાં સ્થાયી થતા હોય એવા લોકો માટે આ દિવસની ઉજવણી થતી હોય છે. વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક શહેર વાપી આવા લોકોથી જ બનેલું એક શહેર છે. જેમાં આજે સ્થાનિકો કરતાં પ્રવાસી રહીશોની સંખ્યા અનેકગણી થઇ ગઇ છે.

અન્ય રાજ્યો કે જિલ્લામાંથી આવેલા લોકો અહીં પાયાના કામદારથી લઇ ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ પણ બન્યા છે. તેમજ વિવિધ વસ્તુઓના વેપારમાં પણ પ્રવાસી રહીશોની હાજરી જોવા મળી રહી છે. વાપીમાં ભારતના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવીને વસ્યા છે અને વાપીને પોતાનું વતન બનાવ્યું છે. વાપીમાં રાજસ્થાન, યુપી, બિહાર, ઓરિસ્સા, કલકત્તા, દક્ષિણ ભારતના કેરાલા, વગેરે રાજ્યના લોકો આવીને વસ્યા છે. જેમાં અનેક પરિવારોની આજે બીજી પેઢી ચાલી રહી છે.

અન્ય રાજ્યમાંથી આ સમાજના લોકો અહીં વસે છે

 • ઉત્તર ભારતીય
 • કન્નડ
 • મરાઠી
 • બિહારી
 • રાજસ્થાની
 • જાટ
 • બંગાળી
 • નેપાળી
 • ટુલ્લુ
 • મલયાલી
 • પંજાબી સમાજ
 • સિંધી સમાજ સહિત અંદાજે 20થી વધુ વિવિધ નાના મોટા સમાજના લોકો વસી રહ્યાં છે

વર્ષોથી શ્રમિકોના પ્રશ્નો ઉકેલાતા નથી
વાપીમાં રહેતા રામસિંહ યાદવે જણાવ્યું હતું કે રોજગારી માટે વાપી સારુ શહેર છે, પરંતુ અમને પુરતી સુવિધા હજુ મળી નથી. ખાસ કરીને શ્રમિકોને સરકારી યોજનાનો લાભ મળે તથા પરિવાજનોને આરોગ્યલક્ષી સુવિધા તાત્કાલિક મ‌ળે તે જરૂરી છે. આ માટે સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ આગળ આવવું જોઇએ.અમારી ભાષા અને રહેવાની રીત થોડીક જ અલગ છે.

વર્ષ દરમિયાન તહેવારો સાથે ઉજવે છે
વાપીમાં નવરાત્રી મહોત્સવ, ગણેશ મહોત્સવ, નવદુર્ગા પૂજા, હોળી-ધૂળેટીનો તહેવાર,દિવાળી સહિતના તહેવારોની ઉજવણીમાં અન્ય રાજ્યના લોકો અને સ્થાનિક રહીશો સાથે મળીને ઉજવે છે. ધીમે-ધીમે હવે રાજકારણમાં પણ અન્ય રાજ્યના લોકો આવી રહ્યાં છે. વાપી પાલિકામાં 7થી વધુ સભ્યો પણ અન્ય રાજયમાંથી આવે છે.

અન્ય સમાચારો પણ છે...