તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બર્થ ડે ઉજવવા માટે કારમાં દારૂ લઈ જતાં વડોદરાના યુવક-2 યુવતી વાપીથી ઝડપાયા

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય નબીરા પાર્ટી કરવા માટે દમણથી મોંઘી બ્રાન્ડનો દારૂ લઇ જતા હતા

વાપી ટાઉન પોલીસની ટીમ ગુરૂવારે સાંજે મોરાઇ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન દમણ તરફથી આવતી કિયા કાર નં.જીજે-06-પીસી-1811ને અટકાવી અંદર ચકાસણી કરતા અંદર મૂકેલ થેલામાંથી મોંઘી બ્રાંડની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વડોદરામાં અભ્યાસ કરતો યુવક અને તેની સાથે બેસેલી બે યુવતીની ધરપકડ કરી દારૂની બોટલ નંગ-48 તથા કાર અને આઇફોન કબજે કર્યો હતો. પૂછપરછમાં તેમણે જણાવેલ કે, આ દારૂનો જથ્થો તેઓ જન્મદિવસની પાર્ટી ઉજવવા માટે દમણથી વડોદરા લઇને જઇ રહ્યા હતા.

આ આરોપીઓ ઝડપાયા
પોલીસે કારમાંથી દારૂ કબજે કરી આરોપી ચાલક પૂર્વજીત સમીર ચૌહાણ ઉ.વ.23, પ્રિયા ભક્તેશ વૈદ્ય ઉ.વ.21 અને પ્રિયાંશી રાજેશ પરદેશી ત્રણેય રહે.વડોદરા ની ધરપકડ કરી ત્રણેય સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સાથે જીભાજોડી કરી
પકડાયેલી બંને યુવતીએ દમણથી આવતી વખતે લોકોને શરમાવે તેવા ટૂંકા પોશાકો પહેર્યા હતા. જેથી તેઓને પોલીસ સ્ટેશને લઇ આવી અંગ ઢકાય તેવા કપડા પહેરવાનું કહેતા અને કારની ચાવી માંગતા તેમણે પોલીસ સાથે જીભાજોડી કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...