તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુંબઇમાં બળાત્કારનો ભાગેલો આરોપી વાપી GIDCથી ઝડપાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • કોવિડ રિપોર્ટ વખતે પોલીસને ધક્કો મારી નાસી ગયો હતો

મુંબઇના ચારકોપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગીરા સાથે બળાત્કાર ગુજારનાર પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા આરોપીને વાપી જીઆઇડીસી પોલીસે પકડી પાડી મુંબઇ પોલીસને સોંપ્યો છે. એસપી ડો.રાજદીપસિંહ ઝાલા તથા વાપી ડીવાયએસપી વી.એમ.જાડેજાના માર્ગદર્શનમાં પીઆઇ વી.જી.ભરવાડની ટીમે મુંબઇના ચારકોપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ કોવિડ ટેસ્ટ કરાવી પરત પોલીસ સ્ટેશન લઇ જતી વખતે પોલીસ કર્મીઓને ધક્કો મારીને ભાગી ગયો હતો.

જે બળાત્કારનો આરોપી વાપી જીઆઇડીસી બાયર સર્કલ પાસે એક ટેમ્પોમાં બેસેલો હોવાની માહિતી મળતા જીઆઇડીસી પોલીસે આરોપી અવિનાશ હરીચન્દ્ર યાદવ ઉ.વ.21 ધંધો.મજુરી રહે.લક્ષ્મીનગર તબેલા ચારકોપગાવ કાંદીવલી મુંબઇ મુળ રહે.દેવગાંવ,જી.આજમગઢ યુપીની જીઆઇડીસી સેકન્ડ ફેસ બાયર સર્કલ પાસેથી આઇશર ટેમ્પોમાંથી પકડી પાડી ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે કાંદીવલી વેસ્ટ પોલીસ સ્ટેશનને જાણ કરી છે. આરોપી અવિનાશ મુંબઇમાં રહેતા તેના બનેવી સાથે વાપીની એક કંપનીમાં ટેમ્પોમાં માલ ખાલી કરવા આવ્યો હતો અને ફરાર થયા બાદ ટેમ્પોમાં જ રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...