તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાપીમાં 10 કરોડ ઉઘરાણા પ્રકરણનો મુદો ઉગ્ર બન્યો,1 ડિરેકટરનું આખરે રાજીનામું

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ગાંધીનગરની બોર્ડ બેઠકમાં ઉઘરાણા પ્રકરણમાં ફાઇનલ નિર્ણય

વાપી ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે કેટલાક ઉદ્યોગપતિઓ પાસે સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે 10 કરોડ ઉઘરાણી પ્રકરણ હવે ઉગ્ર સ્વરૂપ લઇ રહ્યું છે. સોમવારે એક ડિરેકટરે રાજીનામુ ધરી દીધુ હતું. બીજી તરફ મંગળવારે ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ગ્રીન એન્વાયરોની મળનારી બેઠકમાં પણ 10 કરોડ ઉઘરાણા મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. વાપી ગ્રીન એન્વાયરોમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે 10 કરોડની ઉઘરાણીનો મુદો ઉદ્યોગપતિઓમાં ભારે ચર્ચામાં છે. જેમણે પૈસા આપ્યાં છે તેઓ સામે આવતા નથી પરંતુ પૈસા આપ્યા છે તે ચોકક્સ હોવાનું પણ કહેવામાં આવે છે.

આ મુદ્દે વિવાદ વધુ વકરતાં વીઆઇએની ટીમે બે ડિરેકટરોના રાજીનામા લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ સોમવારે ગ્રીન એન્વાયરોના ડિરેકટર એસ.એસ.સરનાએ રાજીનામુ આપી દીધુ હતુ. તેમણે શરતોના આધિન તથા તપાસ કમિટિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાજીનામુ આપી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ ચેતન પટેલે હજુ સુધી રાજીનામુ ન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિવાદ વચ્ચે મંગળવારે ગાંધીનગર ઉદ્યોગભવનમાં બોર્ડ બેઠક યોજાનાર છે. જેમાં વીસીએમડી 10 કરોડ ઉઘરાણા મામલે શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે.

4 ડિરેકટરોની ચૂંટણી અંગે નિર્ણય લેવાશે
કોરોનાના કારણે ચારેય ડિરેકટરોની મુદત વધારવામાં આવી હતી,પરંતુ મંગ‌ળવારની બોર્ડ બેઠકોમાં ઓડિટ રિપોર્ટને બહાલી બાદ એજીએમની તારીખ નક્કી કરાશે. જેમાં ચાર ડિરેકટરોની ચૂંટણી યોજવા કે નહિ તે નિર્ણય લેવામાં આવશે. જો કે હવે પછીની ગ્રીન એન્વાયરોની ચૂંટણી રસપ્રદ બનશે. આ સાથે ગ્રીન એન્વાયરોમાં અધિકાર રાજ આવશે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...