ફરિયાદ:અંગત અદાવતમાં વાપી GIDCની એક દુકાનમાં બે મહિલાની તોડફોડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારે ફરિયાદ કરતા સામસામી ફરિયાદ નોંધાવાઇ

વાપી રવેશિયા પાર્ક ખાતે સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા ચાર્મી ઓમપ્રકાશ ચૌહાણએ 11 એપ્રિલે જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ કરતા જણાવેલ કે, 10 એપ્રિલે પતિ ઓમપ્રકાશ સાથે ગુંજન ખાતે કામકાજ માટે ગયેલા ત્યારે દુકાનમાં કામ કરતા લીલાબેને ફોન કરી જણાવેલ કે, બે લેડિસ તથા બે માણસો દુકાનમાં તોડફોડ કરે છે.

જેથી દુકાન પર જતા ખુશ્બુ ભુપત સોલંકી અને ફાલ્ગુની પદમન મનિયાર તથા જ્યોતિ ભુપત સોલંકી નાઓ બધા આવેલા અને ફાલ્ગુનીબેને ગાળો બોલી ઝઘડો કરેલ અને ખુશ્બુએ ઢીકમુક્કીનો માર મારેલ. ફરિયાદીના પતિનો કોર્ટમાં કેસ ચાલુ હોય જેની અદાવત રાખી મારામારી કર્યા હોવાનું પોલીસમાં જણાવાયું હતું. જ્યારે ખુશ્બુએ ફરિયાદ નોંધવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...