તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડનો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વાપીમાં દારૂ સાથે ઝડપાયો, ઘરે પીવા માટે દારૂ લઇ જતો હોવાની કબૂલાત કરી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી જીઆઇડીસી પોલીસની ટીમ સોમવારે વાહન પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન જીવનદીપ હોસ્પિટલની સામે પહોંચતા એક કાળા કલરની નિશાન શની કાર નં.જીજે-15-સીએ-0407ને અટકાવી ગાડીમાં ચકાસણી કરતા પાછળની સીટ નીચેથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આરોપીનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ કૃણાલ વિરેન્દ્રભાઇ શાહ ઉ.વ.42 રહે.બી-1, 401 દેવદર્શન એપાર્ટમેન્ટ હાલર રોડ વલસાડ નો અને પોતે વલસાડમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાનું જણાવ્યું હતું.

આ દારૂનો જથ્થો દમણથી ખરીદી કરી પોતાના ઘરે પીવા માટે લઇ જતા હોવાની કબૂલાત ચાલકે કરી હતી. કારમાંથી પોલીસે જેમસોન આઇરીસ વ્હિસ્કીની બે બોટલ કિં.રૂ.6,000 અને કટી સાર્ક બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બે બોટલ કિં.રૂ.3000 મળી કુલ રૂ.9000નો દારૂ અને કારની કિં.રૂ. 3 લાખ ગણી કુલ રૂ.3,09,000નો મુદ્દામાલ કબજે લઇ પ્રોહીબીશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...