તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વલસાડના પત્રકારે વાપીમાં કોન્ટ્રાક્ટરને જાતિ પર ગાળ દેતા એટ્રોસિટીની ફરિયાદ

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડુંગરામાં બે જ્યારે વલસાડમાં બે મળી કુલ 4 કેસોમાં ખંડણીખોર ભેરવાયો

વલસાડના સાપ્તાહિક અખબારના પત્રકારએ અંબાચમાં ક્વોરીના સંચાલક પાસેથી 50 લાખની ખંડણી માંગતા તેની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ વલસાડના બિલ્ડરે પણ રૂ.5 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. જોકે અંબાચના ક્વોરીમાં કોંટ્રાક્ટરને જાતિ પ્રત્યે અપમાનિત કરી તેને અને તેના માણસોને કાપીને નદીમાં નાખી દેવાની ધમકી આપવા બદલ પણ ડુંગરા પોલીસમાં વધુ એક ફરિયાદ નોંધાવાઇ છે.

વલસાડના સાપ્તાહિક અખબારના કથિત પત્રકાર કમલેશ શોભાલાલ શાહએ વાપીના અંબાચમાં ક્વોરીના સંચાલક પાસેથી રૂ.50 લાખની ખંડણી માંગી અંતે રૂ.25 લાખ તો આપવા જ પડશે કહી ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપતા સંચાલકે આ અંગે ડુંગરા પોલીસ મથકમાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસે આરોપી કમલેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી બાજુ વલસાડમાં રહેતા અને પારડીમાં કંસ્ટ્રક્શનનું કામ કરતા કિશોર રામજીભાઇ કલસરીયાએ પણ આરોપી કમલેશ વિરૂદ્ધ વલસાડ ટાઉન પોલીસ મથકમાં રૂ.5 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે વલસાડ અબ્રામાના બિલ્ડર નાગજી ભાણા હડિયાએ આરોપી કમલેશ શાહ, તેના ભત્રીજા રૂષભ શાહ અને યુટ્યુબર સુભાષ ઠાકોર સામે રૂ.5 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરાઇ હતી. કુલ ત્રણ ખંડણીના કેસો બાદ હવે પત્રકાર કમલેશ શાહને એક યુવકને જાતિ વિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી ભારે પડી છે.

વાપીના અંબાચમાં ક્વોરીમાં પથ્થર તોડવા માટે 25 કામદારો રાખી કોંટ્રાક્ટર તરીકે કામ કરતા દિનેશ માંગીલાલ મેઘવાલ ઉ.વ.32 રહે.હ‌ળપતિ નિવાસ રેલવે ક્રોસીંગ પાસે મોતીવાડા 17 જાન્યુઆરીના રોજ કોલક નદીની લીઝ ઉપર પથ્થર કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે બપોરે સાપ્તાહિક પેપરનો પત્રકાર કમલેશ ત્યાં આવ્યો હતો અને નદીમાં પથ્થર ફોડી બ્લાસ્ટ કરવાથી ગામ લોકો હેરાન છે અને કામ બંધ કરવા જણાવતા ફરિયાદીએ ધંધામાં વિક્ષેપ નહીં કરવા સમજાવતા કમલેશએ તેને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી વચ્ચે આવીશ તો તને અને તારા કામદારોને કાપીને નદીમાં નાખી દઇશ તેમ કહી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી કામ બંધ કરી પોતાના વતને જતો રહ્યો હતો. ડુંગરા પોલીસે સોમવારે આરોપી કમલેશ શાહ વિરૂદ્ધ આઇપીસી કલમ 504,506(2),294(બી) અને અનુસુચિત જાતી અને અનુ.જન.જાતી પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો