વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી માટે ચૂં઼ટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.વલસાડની પાંચ વિધાનસભા બેઠક પૈકી 181- કપરાડા (અ.જ.જા.)બેઠક પર સૌથી વધુ 306 પોલિંગ સ્ટેશન છે, જ્યારે 180- પારડી બેઠકપર સૌથી ઓછા 245 પોલિંગ સ્ટેશન છે. આ સિવાય 178- ધરમપુર (અ.જ.જા.) બેઠક પર 290 પોલિંગ સ્ટેશન, 182- ઉમરગામ(અ.જ.જા.) બેઠક પર 278 પોલિંગ સ્ટેશન અને 179- વલસાડ બેઠક પર 273 પોલિંગ સ્ટેશન મળી જિલ્લામાં કુલ 1392 પોલિંગ સ્ટેશન થાય છે. જે પૈકી 808 પોલિંગ સ્ટેશન લોકેશન સાથે છે.
આ તમામ મતદાન મથકો રેમ્પ, પીવાનું શુધ્ધ પાણી, ફર્નિચર, લાઈટ સહિત ટોયલેટની સુવિધાથી સજજ કરાયા છે.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ક્રિટિક્લ મતદાન મથકો 29 હતા. જે 2022નીવિધાનસભા ચૂંટણીમાં 371 થયા છે. આ ચૂંટણીમાં ક્રિટિકલ 371 અને સામાન્ય 325 મળી 696 પોલિંગ સ્ટેશન વેબકાસ્ટીંગ અનેસીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે.
મહિલા સંચાલિત 35 મતદાન મથકો
વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહિલા સંચાલિત માત્ર એક મતદાન મથક હતું જેની સામે વર્ષ 2022માં 35 મતદાન મથકો મહિલા સંચાલિત હશે. વર્ષ 2017માં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત એક પણ મતદાન મથક ન હતા જેની સામે વર્ષ 2022ની ચૂંટણીમાં 5 મતદાન મથક દિવ્યાંગ સંચાલિત હશે. મોડલ પોલિંગ સ્ટેશન વર્ષ 2017માં 1 હતા જે વર્ષ 2022માં 5 કરાયા છે.ગ્રીન પોલિંગ સ્ટેશન વર્ષ 2017માં એક પણ ન હતા જે વર્ષ 2022માં 5 તૈયાર કરાયા છે. વર્ષ 2017માં પોલિંગ સ્ટેશન ફોલિંગ અંડર શેડોએરિયામાં 16 હતા જે 2022માં 27 થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.