તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ રસીકરણ:દમણમાં વેક્સિનેસ એક લાખને ક્રોસ, 60 ટકાને આવરી લેવાયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18 + યુવા વર્ગ માટે 3 વેક્સિનેશન સેન્ટર ઊભા કરાયા
  • સંસ્થા- સંગઠનોએ કરેલા પ્રયાસથી અભિયાન સફળ રહ્યું

દમણની અંદાજિત 1 લાખ 70 હજારની 18 વર્ષથી વધુની વસતિ સામે આરોગ્ય વિભાગે કોરોના વેક્સિનેસન કેમ્પઇનમાં પ્રદેશની વસ્તીના 60 ટકાથી વધુ લોકોએ રસીના ડોઝ આપી દેતા વેક્સિનેસનનો કુલ આંકડો 1 લાખને ક્રોસ કરી ગયો છે. પ્રદેશના યુવા વર્ગ માટે પણ ત્રણ સેન્ટર ઉપર ચાલતી વેકસીનેશન કામગીરીમાં યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દમણમાં શનિવાર 12મી જૂન સુધીમાં કુલ 1,07,742 લોકોએ કોરોના વેકસીનના ડોઝ અપાયા છે.દમણના કોળી પટેલ સમાજ હોલ, ડાભેલની સ્વામિનારાયણ સ્કૂલ અને નાની દમણ સ્થિત હાયર સેકન્ડરી સ્કૂલમાં માત્ર 18 પ્લસ યુવા વર્ગ માટે છેલ્લા 21 દિવસથી દમણ પ્રશાસન દ્વારા વેકસીનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં પ્રતિ દિવસ 1 હજાર યુવાને કોરોના વેક્સિન અપાઈ રહી છે.

વેક્સિન પૂર્વે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાઇ
કોમન હેલ્થ સેન્ટરના કર્મચારીના જણાવ્યા મુજબ વેક્સિનેસન સેન્ટરમાં દરરોજ સવારના 10થી 4 વાગ્યા સુધી 18 પ્લસ યુવાવર્ગને વેકસીન આપવામાં આવે છે. વેકસીનેશન લેવા પૂર્વે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને સ્થળ અને સમય પસંદગી કરવાની રહેતી હોય છે. રસી આપ્યા બાદ ઓબ્ઝર્વેશન હોલમાં અડધો કલાક રાખવામાં છે. વેકસીનેશન પહેલા એન્ટીજેન રેપીડ ટેસ્ટની સુવિધા ઉભી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...