તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકારણ:વાપીમાં વેક્સિનેશન ફરી શરૂ,1 દિ’માં 6 કેન્દ્રો પર 900ને રસી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જથ્થો ખુટતાં લોકોએ રસી વગર પરત જવા પડ્યું હતું

વાપી સહિત વલસાડ જિલ્લામાં રસી ખૂટી પડતાં અનેક કેન્દ્રો પર લોકોએ પરત જવાની ફરજ પડી હતી. રાજયમાંથી જ રસીનો જથ્તો ન આવતાં વેક્સિનેશન મંથરગતિએ ચાલી રહ્યુ હતું. શુક્રવારે રસીનો જથ્થો આવતાં વાપીના કેન્દ્રો પર ફરી વેક્સિનેશનનો પ્રારંભ થયો હતો. ચલા ઝોન પાલિકા કચેરી, કુમારશાળા,સરદાર વલ્લભાઇ પ્રાથમિક ગીતા નગર, સુલપડ પ્રા. શાળા અને ડુંગરા પ્રા. કેન્દ્ર અને વીઆઇએ ઓડિટોરિયમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.

6 કેન્દ્રો પર શુક્રવારે એક દિવસમાં 900 લોકોને રસી અપાઇ હતી. શનિવારે પણ આ કેન્દ્રો પર વેક્સિનેશન શરૂ રહેશે એવું શહેરના આરોગ્ય અધિકારી સી.પાંડેએ જણાવ્યુ હતું. જો કે તબક્કાવાર ચાલી રહેલા વેક્સિનેશનમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. કેસો વધતાં લોકો રસી મુકાવવા આગળ આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...