તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:દમણમાં આજથી 18 પ્લસ યુવાઓ માટે વેક્સિનેશન શરૂ ,18 મે સુધી બુકિંગ ફુલ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 45થી વધુ ઉંમરના લોકો માટે પણ 5 સેન્ટર પર રસી આપવાનું યથાવત

દમણમાં અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ આયુના લોકો માટે પાંચ કેન્દ્ર ઉપરથી રસી આપવામાં આવી રહી હતી. જેમાં બુધવાર સુધીમાં 37, 840 લોકોને વેક્સિન આપવામાં આવી છે. દમણ પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારથી 18 પ્લસના યુવાઓને રસી આપવાની શરૂઆત કરી છે.

જોકે, 1લી મેથી શરૂ થયેલ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 13 હજારથી વધુ રજીસ્ટ્રેશન થઇ ગયું હોવાથી 18મી મે સુધી વેક્સિનેશન બુકિંગ ફુલ થયું છે. અત્યાર પછી રજીસ્ટ્રેશન કરાવનારાને ત્યારપછીની તારીખ અને સમય મળશે. સ્વાસ્થય વિભાગ દ્વારા ગુરૂવાર 13મી મેથી દમણના ત્રણ સેન્ટર જેમાં નાની દમણ સાર્વજનિક વિદ્યાલય, ડાભેલ સ્વામીનારાયણ સ્કૂલ્ અને ભીમપોર ગર્વમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં રસી અપાશે.

દરરોજ 750 યુવાને વેક્સિન અપાશે
45 વર્ષથી વધુ ઉંમરના ઇસમોને પાંચ કેન્દ્ર ઉપર રાબેતા મુજબ પ્રથમ કે બીજા ડોઝની વેક્સિનેસન આપવાની કામગીરી યથાવત જ રહેશે. જ્યારે 18 પ્લસ યુવા માટે અલગથી ત્રણ કેન્દ્ર બનાવાયા છે, જેમાં પ્રતિદિન 750 વેક્સિનની ફાળવણી થશે.

દાનહમાં ત્રણ કેન્દ્ર ઉપર 18 પ્લસને રસી
દાનહમાં હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સીનેશન ચાલુ છે. સાથે હવે ગુરૂવારથી સેલવાસ, ઝંડાચોકની પ્રા. શાળા, નરોલી અને ખાનવેલ હાઇસ્કુલમાં બપોરે બે વાગ્યાથી ટીકાકરણનો પ્રારંભ થશે. ટીકાકરણ ફક્ત એવા લોકોનું કરાશે જેમણે covin.gov.in વેબસાઈટ પર નોંધણી કરાવી છે. તેઓને ઉપરોક્ત કેન્દ્રો પર એપોઇમેન્ટ લીધી હોય.

અન્ય સમાચારો પણ છે...