તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલકોના નાકે દમ:વાપીના નવા ગરનાળાથી જે-ટાઇપ જતાં ચાલકોના નાકે દમ આવી જાય છે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીંગરોડની કામગીરી ચાલતી હોય ખરાબ રસ્તાને ટેમ્પરરી બનાવવા માગ

વાપીના નવા ગરનાળાથી જે-ટાઇપ તરફ જતા રસ્તાની હાલત અત્યંત બીસ્માર હોવાથી વાહનચાલકોના નાકે દમ આવી જતા આ રસ્તાને તાત્કાલિક ધોરણે ટેમ્પરરી રિપેર કરવામાં આવે તેવી માગ ઉઠી છે. વાપીમાં રીંગરોડની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ હતી. જોકે હાલ આ કામગીરીની ગતિ ધીમી થઇ ગયા હોવાનું દેખાઇ રહ્યું છે. વાપીના નવા ગરનાળાથી જીઆઇડીસી અથવા હાઇવે ઉપર જવા વાહનચાલકો જે-ટાઇપ રોડથી પસાર થતા હોય છે.

હાલ આ રસ્તાની હાલત અત્યંત બીસ્માર હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા ગરનાળાથી ઉપર ચઢતા જ ઠેરઠેર મોટા પડેલા ખાડાથી અવારનવાર બાઇકચાલકો પડી જતા હોય છે. જ્યારે કારમાં પણ નુકસાનની ભીંતિ હોય છે. રીંગરોડની કામગીરીની સાથે સાથે અડધા કિલોમીટર સુધી ખરાબ થયેલા રસ્તાને ટેમ્પરરી રિપેર કરવામાં આવે તેવી વાહનચાલકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...