તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ નિવારણ કાર્યક્રમ:ડુંગરામાં લોકોએ રજૂ કરેલા પ્રશ્નો 15 દિવસમાં ઉકેલવા મંત્રીની તાકીદ

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સૌથી વધુ પીવાના પાણીના પ્રશ્નો ઉઠ્યા

વાપી પાલિકાના ડુંગરા વિસ્તારમાં લોકપ્રશ્નોના નિકાલ માટે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડુંગરા વિસ્તારના સ્થાનિક લોેકોએ પીવાના પાણી તથા ટાંકીના નિર્માણ અંગે રજૂ્આત કરી હતી.

મંત્રી પાટકરે જણાવ્યું હતું કે લોકોપયોગી પ્રશ્નો નિવારણ કરવાના ધેય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રજાજનોને સીધા સ્પર્શતા હોય તેવા વ્યવહારુ પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ કરાશે. સંબધિત અમલીકરણ અધિકારીઓએ રજૂ થયેલા પ્રશ્નોનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટલાઇટ, મહેસુલી, ટ્રાફિક સમસ્યા, કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, ડીજીવીસીએલ સહિતના વિવિધ વિભાગોને સ્પર્શતા પ્રશ્નો રજૂ કરાયા હતા. આ પ્રશ્નોનું નિરાકરણ 15 દિવસની સમયમર્યાદામાં કરવા મંત્રીએ સંબધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ચીફ ઓફિસર દર્પણ ઓઝા,પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ,શહેર ભાજપ મહામંત્રી પરેશ દેસાઇ, ભાજપ એનએ પૂર્વ પ્રમુખ અને અગ્રણી મહેશભાઈ ભટ્ટ, ભીલાડવાળા બેન્કના ડિરેકટર અને પાલિકા સભ્ય પારૂલબેન દેસાઈ, અગ્રણી મુકેશભાઈ દેસાઈ, બબલુભાઈ, અશોકભાઈ પટેલ, નયનાબેન પટેલ, વાપી શહેર મહિલા મોરચા મંત્રી નીતાબેન તલાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...