હવામાનમાં પરિવર્તન:વલસાડ, ધરમપુર -કપરાડા પંથકમાં કમોસમી વરસાદ

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષથી કેરીને નુકસાન હતું, આ વર્ષે ફરી હવામાનમાં પરિવર્તન

રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. આ આગાહી વચ્ચે રવિવારે વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.કમોસમી વરસાદ વરસતા રવિપાક - કેરીના પાકને નુકસાન થવાની ભિતી જોવા મલી રહી છે.

જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી વિભાગે ખેડૂતોને વરસાદની આગાહીને લઈને જાગૃત કર્યા હતા. જેને લઈને તૈયાર રવિ પાક ખેડૂતોએ ઉતારી લીધો હતો. ઘણાં ખેડૂતોનો રવિપાક તૈયાર થવાનો બાકી હોવાથી તે પાક ખેતરમાં લહેરાતો રહ્યો હતો. સાથે આંબાવાડીઓમાં કેરીનો તૈયાર થતા પાકને ભારે નુકશાની પહોંચવાની ભીતિ રહે છે.

રવિવારે ધરમપુર અને કપરાડાના ખેડૂતો કમોસમી વરસાદને લઈને ચિંતામાં મુકાઈ ગયા હતા.રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યમાં 6 માર્ચ સુધીમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતો. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ખેડૂતોને સમયસર હવામાન વિભાગની આગાહીને લઈને જાગૃત કરવામાં આવ્યા હતા.

ખેડૂતોને તૈયાર રવીપાક કાપણી કરી સુરક્ષિત રાખવા અંગે સમયસર જાગૃત કરવામાં આવ્યા હતા. આજે અચાનક ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો. વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડા વિસ્તારના અંતરિયાળ વિસ્તરમાં આંબાવાડી અને રવિ પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ચિંતા વધી હતી. જોકે, જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શનિ અને રવિવારે માત્ર વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...