તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:આયોજન વિના ઉતાવળમાં જાહેરાત , વાપી GIDCમાં ઓડ ઇવન પાર્કિંગ વ્યવસ્થાના પ્રથમ દિવસે ધજાગરાં

વાપી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યવસ્થા અને લોક જાગૃતિ પણ જરૂરી|વાપી GIDCના ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટેનો ઐતિહાસિક નિર્ણય માત્ર કાગળ પર જોવા મળ્યો - Divya Bhaskar
વ્યવસ્થા અને લોક જાગૃતિ પણ જરૂરી|વાપી GIDCના ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટેનો ઐતિહાસિક નિર્ણય માત્ર કાગળ પર જોવા મળ્યો
  • ગુંજન વિસ્તારમાં રોડની બંને તરફ રાબેતા મુજબ પાર્ક થયેલા વાહનોના ખડકલાં, જાહેરનામાનો અમલ ન દેખાયો
  • બુધવારે સવારે 7 વાગ્યાથી ફસ્ટ, સેકેન્ડ અને થર્ડ ફેઝમાં માર્ગ ઉપર એકી અને બેકી તારીખ મુજબ પાર્કિંગની જાહેરાત થઇ હતી

વાપી જીઆઇડીસીમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે બુધવારથી એકી અને બેકી તારીખ મુજબ પાર્કિગની વ્યવસ્થા કરવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. જોકે, દિવ્ય ભાસ્કરની ટીમે બુધવારે બપોરે જ્યારે જીઆઇડીસી અને ગુંજન એરિયામાં તપાસ કરી તો પોલીસ સાથે વાપી નોટીફાઇડ ઓથોરિટિની ઓડ ઇવન સિસ્ટમના ધજાગરા ઉડેલા જોવા મળ્યા હતા. વાપી જીઆઇડીસીના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફેઝ એરિયામાં એકી કે બેકી તારીખ મુજબ પાર્કિગની કોઇની વ્યવસ્થા જોવા મળી ન હતી. રાબેતા મુજબ જ જીઆઇડીસીમાં માર્ગની બંને તરફ વાહન પાર્કિગ થયેલા જોવા મળ્યા હતા.

લોકોમાં જાગૃતિ માટે એક સપ્તાહ નીકળી જશે
દરેક માર્ગ ઉપર એકી અને બેકી તારીખ કઇ સાઇડે વાહનો પાર્ક કરવા એ અંગેના સાઇન બોર્ડ મુકાશે. આ ઉપરાંત વીઆઇએ અને નોટીફાઇડના ત્રણ વાહન સતત આ માર્ગો ઉપર પેટ્રોલિંગ કરશે. એક સપ્તાહ સુધી લોકોને સમજણ આપી જાગૃત કર્યા બાદ કડક વલણ અખત્યાર કરીને પોલીસ દ્વારા દંડ પણ વસુલ કરાશે. > સતીશ પટેલ, સેક્રેટરી, વીઆઇએ-વાપી

SPએ VIA અને નોટીફાઇડ સાથે બેઠક કરી
જીઆઇડીસી વિસ્તારમાં ઓડ ઇવન સિસ્ટમથી વાહન પાર્કિગ કરાવવા અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે વલસાડ એસપી ડો.રાજદીપસિંહ ઝાલા બુધવારે સાંજે વાપી આવ્યા હતા. નોટીફાઇડ અને વીઆઇએ સાથે બેઠક કરીને જરૂરી એકશન પ્લાન વિશે ચર્ચા કરી હતી.

ચેકિંગ માટે ત્રણ વાહન ફાળવાશે
વીઆઇએ દ્વારા ઓડ ઇવન સિસ્ટમનો અમલ કરાવવા માટે બે ગાર્ડ અને ચાલક સહિતના સ્ટાફ સાથે ત્રણ વાહન ફાળવશે. દરેક વાહનને રૂટ આપી દેવામાં આવશે જ્યા તેઓ પેટ્રોલિંગ કરીને સિસ્ટમનો અમલ કરાવવા માટે જરૂરી સૂચના આપશે.

અન્ય સમાચારો પણ છે...