અનોખી શ્રદ્ધા:વાપીના પરિવારનું 100 વર્ષનું બુકિંગ, છેલ્લાં 23 વર્ષથી દ્વારકાધીશ મંદિરે 52 ગજની ધજા ચઢાવે છે

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવન ગમે તે દિશાનો હોય, ધજા હંમેશામ પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે, વર્ષમાં 3 વખત ધજા લહેરાવતો પરિવાર

ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે.આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે ,ત્યારે વાપીનો પરિવાર દ્વારકામાં છેલ્લા 23 વર્ષથી વર્ષથી 52 ગજની ધજા ચઠાવે છે. વર્ષમાં ત્રણ વખત ધજા માટે વાપીનો પરિવાર દ્વારકા સુધી જાય છે.આ પરિવારે દ્વારકા મંદિરમાં 100 વર્ષ સુધી ધજા ચઢાવવાનું બુકિંગ કર્યુ છે. આ પરિવારને ભગવાન દ્વારકાધીશના મંદિર પર અનોખી શ્રદ્વા છે. દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે.

ધીરુભાઇએ 100 વર્ષ સુધી ધજા ચઢાવવા માટે બુકિંગ કર્યુ
વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં રહેતાં ધીરુભાઇ નાનજીભાઇ કાછડિયાનો પરિવાર સૌરાષ્ટ્રના તીર્થસ્થળ ગણાતાં દ્વારકાધીશના મંદિર પર અનોખી શ્રદ્ધા ધરાવે છે.વર્ષોથી વર્ષમાં પાંચ વખત ભગવાન શ્રીકુષ્ણના મંદિરે દર્શન કરવા જાય છે. આ સાથે ધીરુભાઇએ 100 વર્ષ સુધી દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવા માટે બુકિંગ કર્યુ છે. અત્યાર સુધીમાં 23 વર્ષ પૂર્ણ થઇ ચુક્યાં છે. છેલ્લા 23 વર્ષથી વર્ષમાં 3 વખત 52 ગજની ધજા માટે આ પરિવાર દ્વારકા જાય છે.

દ્વારકાધીશ મંદિર પર દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં ધીરુભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારા પરિવારને પહેલેથી દ્વારકાધીશના મંદિર પર શ્રદ્ધા છે. વર્ષમાં અનેક વખત મંદિરમાં જવાનું થાય છે. દ્વારકાધીશ મંદિર પર દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે.આ ધજાની ખાસિયત એ છે કે પવન ગમે તે દિશાનો હોય આ ધજા હંમેશા પશ્ચિમથી પર્વ તરફ લહેરાય છે. જો કે દક્ષિણ ગુજરાતમાંથી અનેક પરિવારો દ્વારકા મંદિરે દર્શન માટે જતાં હોય છે. ખાસ કરીને વેકેશનમાં લોકો સૌથી વધુ સોમનાથ અને દ્વારકાના દર્શને જતા હોય છે. આ બંને મંદિરોનું અનેરૂ મહત્વ રહેલુ છે.

ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે
દ્વારકાધીશ મંદિર પર દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે. મંદિર પર ધજા ચઢાવવા-ઉતારવા અને દક્ષિણાનો અધિકાર અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે. જોકે દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચઢે છે. જેમાં સાત રંગ હોય છે.

વાપીથી કાછડિયા પરિવાર વર્ષોથી આવે છે
કાછડિયા પરિવાર વર્ષોથી ધજા ચઢાવવા આવે છે.જેઓએ મંદિરમાં સ્કીમ હતી ત્યારે 100 વર્ષનું બુકિંગ કરાવ્યું છે. વર્ષમાં 3 વખત 22,23 ફેબ્રુઆરી અને ભાદરવા મહિનામાં તેમની ધજા હોય છે. સુરતથી પણ અનેક પરિવારો પણ ધજા ચઢાવવા દ્વારકા આવે છે. અમે પટેલ સમાજના લોકોની ધજાનું સંચાલન કરીએ છીએ. - નારણભાઇ ઠાકર ,ધજાનું સંચાલન કર્તા, દ્રારકા

અન્ય સમાચારો પણ છે...