ભાસ્કર ઇમ્પેકટ:વાપી ઓવરબ્રિજ નીચે સુરક્ષા માટે જાળી બાંધી પુલ તોડવાની કામગીરી શરૂ કરાઇ

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત બુધવારથી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો

વાપી શહેરના 25 વર્ષ જુના રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરીનો પ્રારંભ થયો હતો, પરંતુ સ્થળ પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. બ્રિજ તોડવાની કામગીરી નીચે જાળી પાથરી દેવામાં આવી છે. ધૂળ ન ઉડે તથા લોકોને ઇજા ન થાય તે મુજબ હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે.

રેલવે ટ્રેક ઉપર બ્રિજ તોડયા બાદ બંને છેડેથી બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. અંદાજે 3 માસ સુધી આ કામગીરી ચાલુ રહેશે. ત્યારબાદ 140 કરોડના ખર્ચે નવા બ્રિજની કામગીરી હાથ ધરાશે. શરૂઆતના તબક્કે ટ્રાફિકનો પ્રશ્ન ઉઠ્યો હતો,

હવે R & Bએ પણ કામ શરૂ કર્યું
વાપીનો બ્રીજ તોડવાની શરૂઆત રેલવે વિભાગે તેમની હદથી કરી હતી જેમાં ફ્રેટ કોરિડોરની લાઇન ઉપરનો હિસ્સો તોડ્યા બાદ હવે રેલવે હદની બંને છેડેથી આરએન્ડબીએ પણ બ્રીજ તોડવાનું કામ જાળી લગાવી શરૂ કરી દીધું છે. વર્ષો જૂનો બ્રિજ તોડીને નવો બનાવવામાં આવશે.