તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાપીમાં અંકલ ગાડી પાર્ક કર દેતા હું કહી 14 વર્ષના કિશોરે બે ભાઇને ટક્કર મારતા 1નું મોત

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક બાળકની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક બાળકની ફાઇલ તસવીર.
 • કાર ચલાવતા આવડે છે કહી ચાવી લઇ સ્ટાર્ટ કરતા જ કાર દોડતા બે બાળક કચડાયા

વાપી સરવૈયા નગરમાં બુધવારે કાર ચલાવતા આવડતી ન હોવા છતાં પણ 14 વર્ષનો કિશોર કારને ચલાવવા જતા બે ભાઇને અડફેટે લઇ લીધા હતા. મોટાભાઇને માથામાં ગંભીર ઇજાથી સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે નાના ભાઇને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.nવાપી ગીતાનગરના સરવૈયા નગરની બિલ્ડિંગમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા ઝુબેર અહમદ અંસારી બુધવારે સવારે રાબેતા મુજબ પોતાના કામ ઉપર નીકળી ગયા હતા. સવારે અગિયારેક વાગ્યાના સુમારે ઝુબેર અંસારીના બે પુત્ર ફરહાન (ઉ.વ.11) અને સુફિયાન (ઉ.વ.8) બિલ્ડિંગના નીચે રમી રહ્યા હતા.

ઇજાગ્રસ્ત બાળક હોસ્પિટલમાં દાખલ.
ઇજાગ્રસ્ત બાળક હોસ્પિટલમાં દાખલ.

આ દરમિયાન સરવૈયા નગરમાં જ રહેતા 11 વર્ષનો ઇરફાન સેન્ટ્રો કાર જીજે15 સીજે 9598ને હંકારવા જતા રમી રહેલા બંને ભાઇઓને અડફેટે લઇ લીધા હતા. ઇજાગ્રસત બંને બાળકોને તાત્કાલિક સ્થાનિક રહીશો હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા મોટાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ કાર માલિક પાસેથી ઇરફાને અંકલ ગાડી પાર્ક કર દેતા હું કહીને ચાવી લીધી હતી.

ચલાવતા આવડે છે કહીને કારની ચાવી લીધી
ઇરફાનને કાર ચલાવતા આવડતી ન હોવા છતાં પણ કારના માલિક અઝગર અલી ખાન પાસે ચાવી લીધી હતી. ઇરફાને કારના માલિકને કહ્યુ઼ હતું કે, અંકલ ચાવી આપો હું કાર પાર્ક કરી દઇશ કહીને ચાવી લઇને હંકારવા જતા એક નિર્દોષ બાળકનો જીવ લઇ લીધો હતો.nઆ મેટરમાં ફોટો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો