નીરો પીવો નિરીગો રહો કહેવત કેટલાક નીરા કેન્દ્ર માટે બંધ બેસતી નથી.ઘણા વિક્રેતાઓ નીરામાં સેકરીન નાંખીને વેચી રહ્યાં હોઇ જોખમી હોવાનો ઘટસ્ફોટ થયો છે,ત્યારે ઉમરગામના તડગામમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે નીરાનું સેમ્પલ લીધુ હતું. 4 જાન્યુઆરીએ સેમ્પલા રિપોર્ટમાં નીરો ધારાધોરણ મુજબ ન હોવાનું તથા તેમાં સેકરીન નખાતુ હોવાનું બહાર આવ્યું છે.હવે નીરા કેન્દ્ર સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. ઉમરગામ તાલુકાના મરોલી તડગામ નીરા તાડગોળ ગ્રા.સંઘ મરોલી દ્વારા નીરાનું વેચાણ કરવામાં આવે છે.
ઠંડીની સિઝનમાં નીરાનું પીણું લોકો વધારે પીએ છે, પરંતુ હવે નીરામાં પણ સેકરીન નાખવામાં આવતુ હોવાનો ઘટસ્ફોટક થયો છે.કારણ કે 16 ડિસેમ્બરે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે મરોલી તડગામ નીરા તાડગોળ ગ્રા.સંઘનું સેમ્પલ લીધુ હતું.તાજેતરમાં આ સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે તડગામ નીરા કેન્દ્રના સેમ્પલમાં નીરો ધારાધોરણ મુજબ ન હતો. સેકરીનનું પ્રમાણ જોવા મળ્યું છે.
આ નમુનો ફેઇલ થયો છે.જે અંગેનો રિપોર્ટ કરાતાં હવે કલેકટર દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. સેકરીન આર્ટિફિસીયલ છે. તેનો ધોળ બનાવી નીરાના એક માટલામાંથી બે માટલા બનાવી વેચાય છે. આ મીઠુ સેકરીન આરોગ્ય માટે જોખમી છે. જેથી શિયાળાની સિઝનમાં નીરો પીતા લોકોએ ચેતવાની જરૂર છે. નીરાની અંદર વિતરકો દ્વારા સેકરીન પણ નંખાતુ હોય છે.
એપ્રિલ 2022માં ધોડીપાડાનું નીરા કેન્દ્ર વિરોધના કારણે બંધ થયુ હતું
એપ્રિલ 2022માં ઉમરગામ તાલુકાના ધોડિપાડા ખાતે નીરા કેન્દ્રના કોલ્ડ સ્ટોરેજ ઉપર નિરામાં ભેળસેળ આશંકાએ વલસાડ ફુડ અને ડ્રગ્સના અધિકારી દ્વારા રેડ કરી સ્વાસ્થીય વર્ધક નીરાના નમુના એકત્ર કરી કેન્દ્રને બંધ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
આ રીતે લોકો માટે નુકસાનકારક
એક અભ્યાસ મુજબ સુક્રાલોઝ અને એસ્પાર્ટમ આંતરડામાં બેક્ટરિયાનું સંતુલનમાં ફેરફાર ટાઇપ ટુ ડાયાબિટીસ થાય છે ગલાને નુકસાન ,બળતરા, આંતરડાના રોગ,કેન્સરનું પણ જોખમ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.