તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વાપીના 60 હાઇરાઇઝ બિલ્ડિંગના સંચાલકોને ફાયર NOCની 7 દિ’માં પ્રક્રિયા કરવા અલ્ટીમેટમ

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત રિઝિયન ફાયર ઓફિસરે બેઠકમાં ફાયર એનઓસી મામલે તાકીદ કરી

વાપી પાલિકા મોડે-મોડે ફાયર એનઓસી મામલે હવે સફાળુ જાગ્યું છે. સોમવારે સુરત રિઝયન ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડમાં 60 હાઇરાઇઝ બિલ્ડીંગોના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેમાં ફાયર એનઓસીની ગંભીરતા અંગેનું પ્રેઝેન્ટેશન રજુ થયુ હતું. સાત દિવસમાં હાઇરાઇઝ બિલ્ડીંગોના સંચાલકો ફાયર એનઓસીની પ્રક્રિયા કરવા તાકીદ કરવામાં આવી છે. જો સાત દિવસમાં પ્રક્રિયા ન ચાલુ થાય તો ન‌ળ કનેકશન કાપવા સુધીની ચિમકી આપવામાં આવી છે.

વાપી પાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી ફાયર એનઓસી માટે કોઇ પ્રક્રિયા ન કરી રહેલા સામે કાર્યવાહી હાથ ધરી છે. શાળાઓ, હોલના નળ કનેકશન કાપવામાં આવ્યા હતાં. સોમવારે ફાયર એનઓસી મુદે ખુદ સુરતના રિઝયન ફાયર ઓફિસર દિપક મખજાની વાપી પાલિકા સભાખંડમા આવી પહોંચી 60 જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગોના સંચાલકો સાથે બેઠક યોજી હતી.

ચીફ ઓફિસર દર્પણ ઓઝા, ટાઉન પ્લાનર કલ્પેશ શાહ અને એન્જીનિયરોની હાજરી વચ્ચે હાઇરાઇઝ બિલ્ડીંગોના સંચાલકોને ફાયર એનઓસી જરૂરિયાત અને ગંભીરતા, કઇ કઇ સુવિધા રાખવા સહિતના મુદા પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જયારે ફાયર કન્સલ્ટનો દ્વારા પણ સૂચનો કરાયા હતાં. આ ઉપરાંત હાઇરાઇઝ બિલ્ડીંગોના સંચાલકોએ આગામી 7 દિવસમાં ફાયર એનઓસી માટે પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. જો પ્રક્રિયા શરૂ કરવામાં ન આવે તો તે બિલ્ડીંગના ન‌ળ કનેકશન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

વાપી નગરપાલિકાનું વલણ ઢીલુ પડયું
પ્રથમ તબક્ક્માં ફાયર NOCની નોટિશ બાદ કોઇ પ્રક્રિયા ન કરતાં સંચાલકોના બિલ્ડીંગના નળ કનેકશન કાપવાનું શરૂ કરાયું હતુ, પરંતુ બિલ્ડીંગના સંચાલકોમાં ફાયર NOCની પ્રક્રિયા માટે મુંઝવણ જોવા મળતી હતી. પરિણામે પાલિકાએ પોતાનું વલણ ઢિલુ કરી હાઇરાઇઝ બિલ્ડીંગોના સંચાલકો સાથે બેઠક યોજી ફાયર NOC અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...