તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાપી જે-ટાઇપ રોડ ઉપર ખાડામાં બાઇક પડતા બે યુવકને ઇજા થઇ

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ગરનાળાથી જીઆઇડીસી તરફ જતો રસ્તો ખખડધજ

વાપીના નવા ગરનાળાથી જે-ટાઇપ જતા રસ્તા ઉપર ખાડામાં પડતા બાઇક સવાર બે યુવકો ઘવાયા હતા. આ રસ્તા ઉપર ખાડાઓ પડતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાપીના નવા ગરનાળાથી જીઆઇડીસી તરફ જવા માટે લોકો જે-ટાઇપ રોડથી પસાર થાય છે. જોકે રીંગરોડ બનાવવા માટે પ્રશાસન દ્વારા ચાલી રહી કામગીરીને લઇ આ રસ્તો અત્યંત ખરાબ દશામાં છે.

અહીંથી પસાર થતી વખતે ખાડાઓના કારણે વાહનચાલકોના નાકે દમ આવી જાય છે. જેથી અવારનવાર આ રસ્તા ઉપર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. વાપીના ગુંજન વિસ્તારમાં રહેતા બે યુવકો પોતાની પલ્સર બાઇક લઇને વાપી ટાઉનથી જીઆઇડીસી જવા રવિવારે નીકળ્યા હતા. નવા ગરનાળાથી ટર્ન મારી જે-ટાઇપ રોડ ઉપર જતા જ એક ખાડામાં બાઇક પડતા બંનેને હાથ અને પગમાં ઇજા પહોંચી હતી. જેથી પ્રાથમિક સારવાર લીધા બાદ હાલ બંને પોતપોતાના ઘરે આરામ કરી રહ્યા છે. આ રસ્તાને ટેમ્પરરી બનાવી દેવામાં આવે તેવી માગ લોકોમાં ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...