ક્રાઇમ:ઉમરગામ સ્ટેશન નજીક ટ્રેક પર માઇલ સ્ટોન મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે યુવક ઝડપાયા

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથ્થરથી બાન્દ્રા - વાપી ટ્રેનના એન્જિનનું કેટલ ગાર્ડ અને ટ્રેકને ભારે નુકશાન પહોંચ્યું હતું

ઉમરગામ રેલવે સ્ટેશન નજીક એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં ટ્રેક ઉપર પથ્થર મુકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીને સુરત એલસીબીની ટીમે ઝડપી લીધા છે. બાન્દ્રા વાપી ટ્રેન દરરોજ બપોરે દોઢ કલાકે વાપી સ્ટેશને આવે છે. ગત 27મી એપ્રિલના રોજ બપોરના સુમારે ટ્રેન ઉમરગામ સ્ટેશનેથી નીકળ્યા બાદ વાપી તરફ આવી રહી હતી ત્યારે સ્ટેશન નજીક કોઇ ઇસમોએ ટ્રેન ઉથલાવવાના ઇરાદે અથવા તો ટ્રેકને નુકશાની કરવાના ઇરાદે ટ્રેક ઉપર માઇલ સ્ટોનનો મોટો પથ્થર મુકી દીધો હતો.

ટ્રેક ઉપર ટ્રેન પસાર થતા ટ્રેનના એન્જિનનો કેટલ ગાર્ડ અને ટ્રેકને નુકશાની થઇ હતી. ઘટના અંગે જાણ થતાં જ વાપી રેલવે સ્ટેશનના અધિકારી અને આરપીએફ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવ અંગે આરપીએફના ઓન ડ્યુટી સ્ટાફ રાકેશ શર્માએ વાપી જીઆરપીમાં ફરિયાદ નોંધાવી હતી.

રેલવે એલસીબીની ટીમે આ કેસમાં તપાસ કરીને બે ભંગારિયા અક્ષય શિવરાજ હળપતિ રહે. ભીલાડ રેલવે સટેશન નજીક, હનુમાન મંદિર નજીક ઝૂંપડપટ્ટીમાં અને નૂર મહમદ જિનકન શેખ રહે., રેલવે ગરનાળા નજીક- સંજાણની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી રેલવે પોલસે વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લામાં 3 મહિનામાં બીજો બનાવ હતો અતુલના આરોપી પકડાયા નથી
ગત ફેબ્રુઆરી માસમાં વલસાડના અતુલ નજીક પણ આજ પ્રકારે રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકી દેવાની ઘટના સામે આવી હતી. રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેનને ઉથલાવવાના આ પ્રયાસની બીજી ઘટના 27 એપ્રિલે બપોરના સુમારે બની હતી. ઘટના બાદ રેલવેના અધિકારોઓ તેમજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. વલસાડની ઘટનામાં હજી સુધી એક પણ આરોપી પકડાયો નથી.

અન્ય સમાચારો પણ છે...