તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુંબઇથી ટેમ્પોમાં સુરત દારૂ લઇ જતા બે વાપીથી ઝડપાયા

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11.23 લાખનો દારૂ કબજે, 3ને વોન્ટેડ જાહેર કર્યા

મુંબઇથી આઇસર ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરીને લઇ જતા ચાલક-ક્લીનરની વાપી જીઆઇડીસી પોલીસે હાઇવેથી ધરપકડ કરી 11.23 લાખનો દારૂ કબજે લીધો હતો. જ્યારે આ કેસમાં માલ ભરાવનાર તથા મંગાવનાર કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરાઇ છે. વાપી જીઆઇડીસી પોલીસ સોમવારે રાત્રે પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન પો.કો.બિપીન જયરામને મળેલી માહિતીના આધારે વાપી હાઇવે સ્થિત ખોડિયાર હોટલની સામે વોચ ગોઠવતા મુંબઇ તરફથી આવી રહેલ આઇસર ટેમ્પો નં. એમએચ-04-જીઆર-8207 ને અટકાવી અંદર ચકાસણી કરતા પાછળના ભાગે દારૂનો જથ્થો દેખાઇ આવ્યો હતો.

જેથી આરોપી ચાલક ફરીદ મુર્શીદ શાહ અને મતીન ગુલામનબી અંસારી બંને રહે.તા.સેંધવા મધ્યપ્રદેશ ને પકડી પાડી પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. ગાડીમાંથી દારૂના 215 બોક્ષ માંથી 5338 બોટલો કિં.રૂ.11,23,200 કબજે કરી આગળની તપાસ હાથ ધરાઇ હતી. જ્યારે આ કેસમાં માલ ભરાવનાર તેમજ મંગાવનાર ત્રણ અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આગળની તપાસ જીઆઇડીસી પીઆઇ વી.જી.ભરવાડ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...