તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વાપી બ્રીજ પર કારે મોપેડને ઉડાવતા બેને ગંભીર ઇજા

વાપી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દમણનો યુવક સરીગામથી આવી રહ્યો હતો

વાપી રેલવે ઓવર બ્રીજ ઉપર એક કારના ચાલકે મોપેડને ટક્કર મારતા સવાર બંને યુવકોને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગે ઇજાગ્રસ્તની પત્નીએ પોલીસમાં કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડાભેલ ખાતે આમલીયામાં રહેતા સુનીતાબેન કનૈયા ગામીતએ શુક્રવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પતિ કનૈયાભાઇ સાથી કામદાર સત્યવીર રામદાસ પ્રજાપતિ સાથે રાબેતા મુજબ યુનિકોર્ન બાઇક લઇ કરમબેલી ખાતે સેલ્લો કંપનીમાં 31 માર્ચે નોકરીએ ગયા હતા.

જ્યાંથી પરત ફરતી વખતે વાપી રેલવે ઓવરબ્રીજ ઉપર ટાટા કંપનીની નેક્ષોન કાર નં.જીજે-15-સીએચ-5163ના ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા બંને રસ્તા ઉપર ફેંકાઇ ગયા હતા. જેમાં કનૈયાકુમારને માથા પર ગંભીર ઇજા અને સાથીને મોઢા, હાથમાં ઇજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો