વાપી જીઆઇડીસી સ્થિત દમણગંગા પેપર મીલના રૂમમાં રહેતા મોહીતકુમાર દિવેશકુમાર શર્માએ રવિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે રૂમ પાર્ટનર સાથે જમ્યા બાદ બે મોબાઇલ બારી પાસે ચાર્જીંગમાં મૂકી દરવાજો ખુલ્લો રાખીને તેઓ સુઇ ગયા હતા. બીજા દિવસે સવારે ફોન સ્થળ ઉપર ન હોય મિત્રો સાથે મળી તપાસ કરતા ફોન સ્વીચઓફ બતાવતો હોય ફોન ચોરાઇ ગયા હોવાની જાણ થઇ હતી.
જેથી ચોરીની ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદના આધારે જીઆઇડીસી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરતા ભડકમોરા અતુલ ફળિયા ખાતે રહેતો આરોપી મિતલેશ અકલેશ હળપતિને પકડી પાડી તેની પાસેથી ચોરીના બંને ફોન કબજે લઇ કાર્યવાહી હાથ ધરાઇ હતી. કાર્યવાહી બાદ બુધવારે તે નવસારી સબજેલમાં ધકેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.