અકસ્માતમાં મોત:વાપીમાં બે સ્થળે વાહનની અડફેટે બે લોકો મોતને ભેંટ્યા

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થર્ડ ફેસમાં રાહદારી અને હાઇવે પર ચાલકનુું મોત

વાપી જીઆઇડીસીમાં 24 કલાકમાં બે સ્થળે વાહને અડફેટે લેતા બે લોકોના મોત થયા હતા. થર્ડ ફેસમાં ચાલતા જઇ રહેલા મજૂરને અજાણ્યા વાહને કચડતા તેનું મોત થયું હતું. જ્યારે હાઇ‌વેના સર્વિસ રોડ ઉપર એક્ટિવા ચાલકને કન્ટેનરે અડફેટમાં લેતા સ્થળ ઉપર મોત થયું હતું.

વાપી ડુંગરી ફળિયા આઝાદનગરમાં રહેતા માયારામ શ્રીરામ રાજભર ઉ.વ.46 બુધવારે રાત્રે 8.30 કલાકે જીઆઇડીસી થર્ડે ફેસ સ્થિત મયકોઇન કંપનીની સામેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહને અડફેટમાં લેતા તેમનું સ્થળ ઉપર મોત થયું હતું. જે અંગે તેમના સંબંધીએ પોલીસમાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજા કેસમાં વાપી ખોજા સોસાયટી સ્થિત ગોલ્ડન પાર્કમાં રહેતા અમીન મોહમ્મદ વીરાણી ઉ.વ.50 વીઆઇએની સામે એક હાર્ડવેરની દુકાનમાં કામ કરતા હતા. જે દુકાનદારોને માલ લીધા હોય તેઓ પાસેથી ચેક લેવા માટે ગુરૂવારે સાંજે 4 કલાકે તેઓ પોતાની એક્ટીવા લઇ મુંબઇથી સુરત તરફ હાઇવેના સર્વિસ રોડ ઉપર જઇ રહ્યા હતા. તે દરમિયાન એક ટેન્કર નં.કેએ-01-એએફ-6559ના પાછળના ટાયરમાં આવી જતા માથા અને શરીરે ગંભીર ઇજા થવાથી તેમનું પણ સ્થળ ઉપર મોત થયું હતું. મૃતકના પુત્ર અલ્તાફ અમીન વીરાણીએ આ અંગે પોલીસમાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...