તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વાપીમાં ચાલતી જતી યુવતીનો મોબાઇલ ઝૂંટવી બે ફરાર થયા, ધોળા દિવસે સ્નેચિંગથી લોકોમાં ભય

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી સ્ટેશન રોડ સ્થિત એવરસાઇન ટાવરની સામે ચાલતી જતી યુવતીનો મોબાઇલ ઝૂંટવીને બે ઇસમો મોપેડ ઉપર ફરાર થઇ ગયા હતા.\nવાપી રેલવે સ્ટેશનના પૂર્વ ભાગે ગરનાળાં નજીક આવેલા વાલકેશ્વર હાઇટ્સમાં રહેતી અને એક ઓફિસમાં નોકરી કરતી વર્ષા સંજય પાટિલ બે માસ અગાઉ ઓનલાઇન 9 હજારની કિંમતનો મોબાઇલ ફોન ખરીદ્યો હતો. ગત 30મી જાન્યુઆરીએ સાંજે રાબેતા મુજબ વર્ષા પાટિલ પોતાની ઓફિસેથી નોકરી છૂટ્યા બાદ ચાલતી ઘર તરફ જઇ રહી હતી.

આ દરમિયાન સ્ટેશન રોડ સ્થિત પેટ્રોલપંપની બાજુમાં આવેલા એવરસાઇન બિલ્ડિંગની સામે પાછળથી મોપેડ ઉપર આવેલા બે અજાણ્યા ઇસમો વર્ષા પાટિલના હાથમાંથી મોબાઇલ છીનવી ફરાર થઇ ગયા હતા. આ અંગે વર્ષા પાટિલે રવિવારે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ ડર તસ્કરોમાં રહ્યો હોય એવુ લાગી રહ્યું નથી. ચાલતા જતા લોકોને ધોળા દિવસે પણ નિશાન લેવાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો